રાજ્યમાં ખેડૂતોને 10 કલાક વીજળી અપાશે – CM રૂપાણીનો નિર્ણય

મુખ્યમંત્રી  વિજય રૂપાણીનો કિસાન હિતકારી વધુ એક સંવેદનાપૂર્ણ નિર્ણય 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોના હિતમાં વધુ એક સંવેદનાપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર બુધવાર તા.૭મી જુલાઇથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી અપાશે. 

હાલ રાજ્યમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે તેમાં મુખ્યમંત્રી વિજય  રૂપાણીએ બે કલાકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.  આમ હવે રાજ્યના ખેડૂતોને બુધવાર તા. ૭મી જુલાઇથી ૮ ને બદલે ૧૦ કલાક વીજળી મળશે

 20 ,  1