રાફેલ કૌભાંડ પર રાહુલ ગાંધીનું ટ્વિટ – ચોર કી દાઢી….

રાફેલ ડીલની તપાસ માટે જજની નિયુક્તિ, કોંગેસે ભાજપા પર કર્યા પ્રહાર

રાફેલ સોદામાં તપાસ માટે ફ્રાંસમાં એક જજની નિયુક્તિ કરવામાં આવી છે. ફ્રાંસની પબ્લિક પ્રોસિક્યુશન સર્વિસીઝની ફાઈનાન્સિયલ ક્રાઈમ બ્રાંચ (પીએનએફ)ના કહેવા પ્રમાણે આ ડીલને લઈને લગાવવામાં આવેલા ભ્રષ્ટાચાર અને પક્ષપાતના આરોપોની તપાસ કરવામાં આવશે.

ફ્રેન્ચ એનજીઓ શેરપાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી અને ફ્રેંચ પબ્લિકેશન મીડિયાપાર્ટે આ મામલે અનેક રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા. 2018ના વર્ષમાં પણ શેરપાએ ફરિયાદ નોંધાવી હતી પરંતુ તે સમયે પીએનએફ દ્વારા તેને ફગાવી દેવામાં આવી હતી. રાફેલ ફાઈટર જેટની ડીલ 7.8 બિલિયન યૂરોની હતી..

ફ્રાન્સ દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસે પણ જેપીસી તપાસની માગ બુલંદ બનાવી છે. રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે ચોરીની દાઢીમાં તણખલું, રાફેલ સ્કેમ. 

રાફેલ કૌભાંડનું  સત્ય છેવટે બેનકાબ થયું- રણદીપ સુરજેવાલા

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ફ્રાન્સ દ્વારા ન્યાયિક તપાસના આદેશ બાદ રાહુલ ગાંધીની વાત સાચી સાબિત થઈ. અમે રાફેલ ખરીદીની જેપીસીની માગ કરીએ છીએ. પ્રધાનમંત્રીએ જણાવવું જોઈએ કે તેમની સરકારે જેપીસી તપાસની મંજૂરી ક્યારે આપશે. 

તેમણે કહ્યું કે ગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીની વાત સાચી સાબિત થઈ. સુરજેવાલાએ કહ્યું કે મોટાપાયે ભ્રષ્ટાચાર, દેશદ્રોહ, સરકારી તિજોરીને નુકશાન સાથે જોડાયેલા રાફેલ કૌભાંડનું  સત્ય છેવટે બેનકાબ થઈ ગયું.

ફ્રાન્સના પબ્લિક પ્રોસિક્યૂશન સર્વિસિજના ફાઈનાન્શિયલ ક્રાઈમ બ્રાન્ચને કહ્યું કે આ ડીલને લઈને ભ્રષ્ટાચાર અને પક્ષપાતના આરોપની તપાસ કરવામાં આવશે.આ પગલું એટલે ભરવામાં આવ્યું છે જ્યારે ફ્રેન્ચ એનજીઓ શેરપાએ આ મામલામાં ફરિયાદ નોંધાવી હતી અને ફ્રેન્ચ પબ્લિકેશન મીડિયાપાર્ટે આ મામલામાં અનેક રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા. વર્ષ 2018માં શેરપાએ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ત્યારે પીએનએફે આને ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે રાફેલ ફાઈટર જેટની ડીલ 7.8 બિલિયન યુરોમાં કરાઈ હતી.

 20 ,  2