રાશન કાર્ડ યોજનાને લાગુ કરવા માટે 31 જુલાઇ સુધીનો સમય

કોરોનાની સ્થિતિ રહે ત્યાં સુધી ફ્રી રાશન આપવાના નિર્દેશ

સુપ્રીમ કોર્ટે એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ યોજનાને લાગૂ કરવા માટે 31 જૂલાઈ 2021 સુધીનો સરકારને સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં કોરોનાના કારણે પ્રવાસી મજૂરોના કલ્યાણના સંબંધમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને કેટલાય દિશાનિર્દેશો જાહેર કર્યા છે. કોર્ટે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે કે, પ્રવાસી મજૂરોને સુકૂ રાશન આપો અને મહામારી રહે ત્યાં સુધી સામુદાયિક રસોઈની વ્યવસ્થા ચાલુ રાખો.

સાથે જ કોર્ટે આદેશ આપ્યો હતો કે નેશનલ ડેટા ગ્રીડ પોર્ટલનું કામ પૂરી કરી, અસંગઠીત ક્ષેત્રે કામ કરતાં મજૂરોનું રજીસ્ટ્રેશન 31 જુલાઇ સુધીમાં પૂરું કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે ગત શુક્રવારે જણાવ્યું હતું કે રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક દેશ એક રાશનની યોજના લાગુ કરવી જોઈએ, જેના કારણે દેશના શ્રમિકો કોઈ પણ રાજ્યમાં હોય ત્યારે આ રાશનનો લાભ લઈ શકે.

શ્રમિકોનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરાવો

આ વાતથી સુપ્રીમ કોર્ટ એ કહેવા માંગતી હતી કે દેશના દરેક પ્રવાસી શ્રમિકોનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરીને દેશના કોઈ પણ રાજ્યમાંથી તેઓ અનાજ લઈ શકે તેવી સુવિધા ઊભી કરવી જોઈએ. પોતાના પક્ષમાં રહી કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યું કે આસામ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને દિલ્હીએ આ યોજના હજી સુધી લાગુ પાડી નથી. કોર્ટે પ્રવાસી શ્રમિકો થતી હાલાકીના મુદ્દા વિશે વાત કરી હતી. કોર્ટ દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના રજીસ્ટ્રેશન માટે કોઈ નેશનલ પૉર્ટલ બનાવવા માટે થઈને કેન્દ્ર સરકારને સવાલો કર્યા હતા અને આ આદેશ પર કામ કરવાનું કહ્યું.

 61 ,  1