રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસનું અબુ ધાબી પેટ્રોકેમિકલ હબમાં રોકાણ

અબુધાબી નેશનલ ઓઇલ એનર્જી કંપની રુંવાઇસમાં પ્રોજેકેટ શરુ કરશે

ભારતમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 75,000 કરોડના રોકાણ બાદ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હવે અબુધાબી પેટ્રોકેમિકલ્સ હબમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. સૂત્રોએ જણાવ્યું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અબુધાબી નેશનલ ઓઈલ કંપની રુવાઈસમાં પ્રોજેકેટ શરુ કરશે અને આ રોકાણ 1.5 બિલિયન હોવાનું અનુમાન છે.

નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અબુ ધાબી નેશનલ ઓઇલ કંપનીએ આજે ​​જાહેરાત કરી હતી કે રિલાયન્સે રુવાઈસ (અબુ ધાબી) ખાતે વૈશ્વિક શ્રેણીની ક્લોર-અલ્કાલી, ઇથિલિન ડાઈ-ક્લોરાઇડ અને પોલિવિનાઇલ ક્લોરાઇડના ઉત્પાદન કેન્દ્ર સાથે જોડાવા માટે કરાર કર્યો છે. જોકે, રોકાણની રકમ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ કરાર આવા નિર્ણાયક ઔદ્યોગિક કાચા માલની વધતી જતી માંગને મૂડીકૃત કરે છે અને ઔદ્યોગિક અને ઉર્જા ક્ષેત્રના વૈશ્વિક નેતાઓ તરીકે અબુધાબી નેશનલ ઓઇલ કંપની અને રિલાયન્સની મજબૂતીને દર્શાવે છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ અબુધાબી નેશનલ ઓઇલ કંપની અને એડીક્યુ વચ્ચે સંયુક્ત ઉપક્રમે તાજિજ ઔદ્યોગિક કેમિકલ ઝોનમાં બનાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીએ દેશમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 75,000 કરોડના રોકાણની મોટી જાહેરાત કરી છે. યુએઈમાં ઓઈલ અને ગેસ પૂરો પાડતી સૌથી મોટી કંપની એડનોકને Ta’ziz પ્રોગ્રામ હેઠળ 5 બિલિયન ડોલરના રોકાણની આશા છે.

 77 ,  1