રિલાયન્સ દ્વારા કાયદાનો ભંગ કરવાનો જાગૃત નાગરિકનો દાવો

અંબાણી પરિવાર જામનગરમાં ગેરકાયદે પ્રાણીસંગ્રહાલય બનાવ્યું – જાગૃત નાગરિક

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘનું ગામ ખાતેના જાગૃત નાગરિક વિક્રમસિંહ જે .જાડેજાએ જિલ્લા કલેક્ટરને એક લેખિત અરજી આપીને જાણીતી રિલાયન્સ કંપની સામે ગંભીર આક્ષેપો કર્યા છે .તેમને આ અરજી વડાપ્રધાન કાર્યાલય સહીત સહુ કોઈ સંબધિત સત્તાવાળાઓને મોકલી આપી છે અને તપાસની માંગણી કરી છે .

ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણી દ્વારા જામનગર જિલ્લામાં રિફાઇનરી નાખવામાં આવી છે .વર્ષોથી ચાલતી આ રિફાઇનરીને કારણે આસપાસના ગામોમાં વાયુ અને જળ પ્રદુષણ ફેલાઈ ગયું હોવાનો દાવો કરાયો છે .

જાગૃત નાગરિક વિક્રમસિંહ જાડેજાએ એવો દાવો કર્યો છે કે ,સરકાર દ્વારા રિલાયન્સ કંપનીને જે હેતુ માટે શરતોને આધીન ગૌચરની જમીન સહીત અન્ય જમીનો ફાળવવામાં આવી છે ,પરંતુ રિલાયન્સ દ્વારા શરતોનો ભંગ કરીને હેતુફેર કરવામાં આવ્યો છે .અરજીમાં તેમણે દાવો કર્યો છે કે ,અંબાણી પરિવાર દ્વારા સરકારી જમીન પર આલીશાન બંગલાઓ બનાવવામાં આવ્યા છે .અને બાળકોના મનોરંજન માટે ગેરકાયદેસર મીની પ્રાણીસંગહાલય પણ બનાવ્યું છે .

અરજી કરનારે કલેક્ટરને જણાવ્યું કે ,તેમના ગામ મેઘનું ગામથી કાનાલુસ જવાનો રસ્તો કાયદેસરનો છે .સરકારી નકશામાં તેનો ઉલ્લેખ છે ,તેમ છતાં રિલાયન્સ દ્વારા આ રસ્તા પર ગેરકાયદે દબાણ કરાયું છે .જેથી રિયાલન્સના ગેરકાયદે દબાણોને દૂર કરીને રસ્તો ખુલ્લો કરી આપવા માંગણી કરવામાં આવી છે .

આમ ,વિક્રમસિંહ જાડેજા નામના એક જાગૃત નાગરિકે રિલાયન્સ કંપની અને રિફાયનરીથી પ્રદુષણ ફેલાતું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે .

 84 ,  1