September 23, 2021
September 23, 2021

રૂપાણી બાદ નવા CM તરીકે આ નામ છે ચર્ચામાં..!

 પાર્ટીનો આભાર માન્યો, કહ્યું- ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મળ્યું’

ગુજરાતની રાજનીતિમાં મોટી ઉથલપાથલ સર્જાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ પદ પરથી રાજીનામુ આપ્યું છે. તો બીજી તરફ નવા મુખ્યમંત્રી તરીકે જયેશ રાદડીયા, પ્રદિપ સિંહ, નિતીન પટેલ, ગોરધન ઝડફિયા, મનસુખ ભાઇના નામ ચર્ચામાં છે. રૂપાલાનું નામ પણ ચર્ચામાં છે.

રાજ્યપાલના મળ્યા બાદ સીએમ રૂપાણીએ સીધી પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે આ જાહેરાત કરી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ આ જાહેરાત અનેક સંકેત આપી રહી છે. તેમણે રાજીનામુ આપતા કહ્યું કે, મારા જેવા કાર્યકરને જે તક આપી તેના માટે આભારી છું. મેં રાજ્યપાલને મારું રાજીનામુ સોંપ્યુ છે. પાર્ટી મને આગળ જે જવાબદારી આપશે તે હું સ્વીકારીશ. 

શું તમને રાજીનામુ આપવા મજબૂર કરાયા તે અંગે તેમણે કહ્યું કે, સંગઠન સાથે મારી કોઈ તકરાર ન હતી. પાર્ટીના નેતૃત્વમાં અમે ઈલેક્શન જીત્યા છે. મને પાંચ વર્ષ જે જવાબદારી આપી હતી તે મેં નિભાવી છે. હું ભાજપનો આભાર માનુ છું કે મને આ તક આપી. 

વિજય રૂપાણી રાજીનામાં બાદ કહ્યું હતું કે ભાજપમાં વિકાસ જ મુખ્ય ચહેરો છે અને છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં વિકાસનાં કામ કરવામાં જ આવી રહ્યા છે. તેમણે કહ્યું હું એક કાર્યકર્તા છું અને સંગઠન જ મારા માટે સર્વસ્વ છે અને આગામી મુખ્યમંત્રી કોણ હશે તે બધુ જ પાર્ટી નક્કી કરશે.

 83 ,  2