September 23, 2021
September 23, 2021

લાખો ગરબા ખેલૈયાઓને મોટો ઝટકો – આ વર્ષે નહિ યોજાય ગુજરાતના સૌથી મોટા ગરબા

સૌથી મોટા ગરબા આયોજકોએ ગરબા ન યોજવાનો નિર્ણય લીધો

વડોદરાના મોટા ગરબા આયોજકો આ વર્ષે ગરબાનું આયોજન નહીં કરે. ત્રીજી લહેરની આશંકાને પગલે મોટા ગરબા આયોજકો ગરબા નહીં યોજે. યુનાઇટેડ વે અને માં શક્તિના ગરબા નહીં યોજાય. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે યુનાઇટેડ વે રિસ્ક નહીં લે. સરકાર પરવાનગી આપે તો પણ માં શક્તિ ગરબા આયોજક ગરબા નહીં કરે.

ગરબામાં સોશિયલ ડિસ્ટન્સ અશક્ય છે. ઓછા ખેલૈયાઓ સાથેનું આયોજન પોસાય તેમ નથી. મોટા આયોજનનો સમય પણ હવે રહ્યો નથી, તેમ ગરબા ઓર્ગેનાઇઝર દ્વારા જણાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, આ વર્ષે પણ કોરોના મહામારીને પગલે જન્માષ્ટમીના મેળા રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મહોરમના તાજિયા અમદાવાદ અને રાજકોટમાં સ્વેચ્છાએ નહીં કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

રાજકોટમાં પણ ગરબા નહિ 

રાજકોટમાં પણ આ વર્ષે નવરાત્રિમાં ગરબા નહિ યોજાય. રાજકોટનાં સૌથી મોટા ગરબા આયોજકોએ ગરબા ન યોજવાનો નિર્ણય લીધો છે. કોરોનાના લીધે ગરબા ના યોજવા સહિયર ગ્રુપનો નિર્ણય કર્યો છે. ત્યારે રાજકોટના આ ફેમસ ગરબાનું આયોજન ના કરવાના નિર્ણયથી ખૈલયા નાખુશ છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટના ગરબા આયોજકોએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 

ઉલ્લેખનીય છે કે, ગત 2020 ના વર્ષે પણ કોરોના મહામારીને પગલે ગરબાનું આયોજન કરાયુ ન હતું. ત્યારે સતત બીજા વર્ષે ગુજરાતમાં લોકોને ગરબા કરવા નહિ મળે. મોટા આયોજકો ગરબાનું આયોજન કરવા ડરી રહ્યાં છે. જનમેદનીને કારણે કોરોના મહામારી વધુ વકરે તેવી શક્યતા છે. 

 89 ,  1