લાગ્યો ઝટકો…! અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં મોટો કડાકો…

ત્રણ વિદેશી ફંડના ખાતા થયા ફ્રીજ, કંપનીઓના શેરમાં ઘટાડો..

સમાચાર મુજબ, ભારતીય શેર બજારમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. ભારત અને એશિયાના બીજા સૌથી મોટા ધનાઢ્ય ગૌતમ અદાણીની વડપણ હેઠળના અદાણી ગ્રુપ માટે ખૂબ ભારે પડી રહ્યા છે. આ વિદેશ ફંડ પાસે અદાણી ગ્રુપની ચાર કંપનીઓના 43,500 કરોડ રૂપિયાથી વધારેના મૂલ્યના શેર છે. NSDLની વેબસાઇટ પ્રમાણે આ એકાઉન્ટ્સને 31મેના રોજ અથવા તેના પહેલા ફ્રીજ કરવામાં આવ્યા હતા.અદાણી જૂથની છ માંથી પાંચ કંપનીના શેરમાં લોઅર સક્રિટ લાગી ગઈ હતી.

મળતી માહિતી મુજબ ,નેશનલ સિક્યોરિટીઝ ડિપૉઝિટરી લિમિટેડ તરફથી ત્રણ વિદેશી ફંડ્સ Albula Investment Fund, Cresta Fund અને APMS Investment Fundના ખાતા ફ્રીજ કરી દેવામાં આવ્યા છે.આ ત્રણેય ફંડ્સની અદાણી એન્ટરપ્રાઇસમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશન માં 8.03 ટકા, અદાણી ટોટલ ગેસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકા ભાગીદારી છે.સામાન્ય રીતે કસ્ટોડિયન પોતાના ગ્રાહકોને આ પ્રકારની કાર્યવાહી અંગે સચેત કરી દે છે, પરંતુ જો ફંડ આ અંગે કોઈ જવાબ ન આપે અથવા તેનું પાલન ન કરે તો તેમના એકાઉન્ટ્સ ફ્રીજ કરવામાં આવી શકે છે. એકાઉન્ટ ફ્રીજ થવાનો મતલબ છે કે ફંડ કોઈ સિક્યોરિટીઝ વેચી કે ખરીદી નથી શકતું.

સૂત્રો અનુસાર ,આ ત્રણેય ફંડ સેબીમાં વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ તરીકે નોંધાયેલા છે, અને મોરેશિયસથી પોતાનું કામકાજ સંભાળે છે.સેબીનું કહેવું હતું કે, નવા નિયમોનું પાલન ન કરનાર ફંડ્સના એકાઉન્ટ ફ્રીજ કરવામાં આવશે. નવા નિયમો પ્રમાણે FPIએ અમુક વધારાની જાણકારી આપવાની હતી. જેમાં કૉમન ઑનરશિપનો ખુલાસો અને ફંડ મેનેજર્સ સહિત મહત્ત્વના કર્મચારીઓની વ્યક્તિગત વિગત શામેલ હતી.

 69 ,  1