લોકસભા ચૂંટણી પહેલા મોદી-શાહે ખેલ્યો નવો દાવ, ભાજપના નેતાઓ બન્યા ચોકીદાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વિટર પર પોતાનું નામ બદલ્યું છે. તેમણે એક નવો દાવ રમતા પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ ઉમેર્યો છે. પીએમ મોદીએ ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેઇન હેઠળ પોતાના ટ્વિટર હેંડલનું નામ બદલ્યું છે.

પીએમ મોદીએ શનિવારે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, દેશનો ચોકીદાર આજે એકલો નથી. આ ચોકીદાર દેશની સેવા કરી રહ્યો છે. ભ્રષ્ટાચાર અને ગંદગી સામે લડનાર તમામ દેશનો ચોકીદાર છે. માત્ર આ બે દિગ્ગજ નેતાઓ જ નહિ, રેલવે મંત્રી પિષુય ગોયલ, પ્રકાશ નડ્ડા જેવા અનેક નેતાઓએ ટ્વિટર પર પોતાના નામની આગળ ચોકીદાર લગાવ્યું છે.

અમિત શાહ બાદ કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ, જેપી નડ્ડાએ પણ પોતાના ટ્વિટ હેન્ડલમાં નામની આગળ ચોકીદાર લગાવ્યુ છે. કેન્દ્રીય નેતા સહિત ભાજપ શાસિત રાજ્યોના સીએમ અને ભાજપના આગેવાનોએ પણ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી નામ બદલ્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મેં ભી ચોકીદાર’ અભિયાન શરૂ કર્યું છે. પીએમે એક વીડિયો ટ્વિટ કર્યો હતો, જેમાં તેઓએ ‘મેં ભી ચોકીદાર’ અભિયાનની સાથે લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપના અભિયાનની શરૂઆત કરી છે. પીએમ મોદી આ અભિયાન હેઠળ 31 માર્ચે દેશભરના લોકો સાથે વાતચતી કરશે.

 83 ,  3