વડોદરામાં માતા-પુત્રીનાં ભેદી મોતનો ઉકેલાયો ભેદ, પતિ જ નિકળ્યો હત્યારો

પત્ની-પુત્રીને ઝેરી દવા પીવડાવી, ઓશિકાથી મોં દબાવી કરી નાંખી હત્યા

વડોદરા શહેરના સમા વિસ્તારમાં 35 વર્ષીય યુવતીની પુત્રી સાથે મળી આવેલી લાશ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પત્ની શોભના પટેલ અને પુત્રી કાવ્યાની પતિ તેજસે જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.  પહેલા બંનેને ઝેરી દવા પીવડાવી બાદમાં ઓશીકાથી મોં દબાવી હત્યા કરી નાંખી હતી. પી.એમ રિપોર્ટમાં ઝેર પીવાથી મોત થયું હોવાનો ખુલાસો થયો હતો. 

બે દિવસ પહેલા શહેરના સમા વિસ્તારમાં 35 વર્ષીય યુવતીની પુત્રી સાથે  હાલતમાં ઘરમાંથી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. માતા-પુત્રીનું મોત થયું હોવાની જાણકારી મળતાં પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. ઘર જમાઇ તરીકે રહેતા પતિ તેજસ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. 

શહેરના સમા વિસ્તારમાં ચંદન પાર્ક સોસાયટીમાં આવેલા બે માળના મકાનમાંથી 35 વર્ષીય શોભના તેજસ પટેલ અને 5 વર્ષીય પુત્રી કાવ્યાની હત્યા કરવામાં આવી હતી. શંકાસ્પદ મોતને પગલે એસીપી ભરત રાઠોડે નિવેદન આપ્યું હતું કે, હાલમાં બંને માતા પુત્રીના શંકાસ્પદ મૃતદેહો મળ્યા છે. પીએમ બાદ જ મોતનું કારણ સામે આવશે. મહિલાના પતિની પોલીસે અટકાયત કરી છે. મૃતક મહિલાનો પતિ ઘર જમાઈ તરીકે રહેતો હતો.

તેમણે જણાવ્યું હતું કે, વહેલી સવારે 2 વાગ્યે બંનેને ગોપીનાથ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં બંનેને મૃત જાહેર કરતાં સમા પોલીસે એડી દાખલ કરી છે. હાલ બંનેને પીએમ માટે લઈ આવ્યા છીએ. પતિ-પત્ની વચ્ચે સામાજિક પ્રશ્નો મુદ્દે તકરાર થતી હતી. પીએમ નોટ આવે પછી જ વધુ કાર્યવાહી કરવામાં આવશે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી