September 19, 2021
September 19, 2021

વડોદરા APMCમાં ભાજપનો ભગવો લહેરાયો…!

ચૂંટણી પહેલા જ ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

રાજ્યની સહકારી સંસ્થાઓમાં મેન્ડેટ આપવાની જાહેરાત કર્યા બાદ વડોદરા એપીએમસીની ચૂંટણીમાં ભાજપે સત્તા હાંસલ કરી છે. આગામી 17 સપ્ટેમ્બરે વડોદરા APMCની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જો કે વડોદરા APMCની ચૂંટણી પહેલા BJPના 12 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. શૈલેષ પટેલના સમર્થન સાથે ખેડૂત વિભાગમાં સૌથી વધુ 10 ઉમેદવારો બિનહરીફ થયા છે.

સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં પણ પક્ષનો મેન્ડેટ આપવાની પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા જાહેરાત કરવામાં આવી ત્યાર પછીની કદાચ આ પહેલી સહકારી ચૂંટણી વડોદરા APMCની આ પહેલી ચૂંટણી જાહેર થઇ છે. સહકારી ક્ષેત્રની આ ચૂંટણીમાં સૌ પ્રથમ વખત ભાજપ દ્વારા 12 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા અને આ તમામ 12 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ આમ તો પક્ષ ના ચિન્હ ઉપર નહીં પરંતુ પક્ષ પ્રેરીત કહીને લડાતી હોય છે. વિવિધ નામો વાળી પેનલના બેનર તળે લડાતી આવી ચૂંટણીઓના ઉમેદવારો અલગ અલગ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા હોય છે. એક જ પક્ષના ઉમેદવારો અથવા તો બે પેનલો સામસામે હોય છે, જેના કારણે એક જ પક્ષના લોકો વચ્ચે વિવાદના બીજ રોપાયા હોય છે. આ વિવાદને જડમૂળથી ઉખાડી દેવાના ઉદ્દેશ સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં પણ મેન્ડેટ આપવાની જાહેરાત કરી અને વડોદરા APMCની ચૂંટણીમાં પક્ષને પણ ફાયદો ફાયદો પણ થયો ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં જ વડોદરા APMCમાં ભાજપનો ભગવો લહેરાવવા જઈ રહ્યો છે.

કઈ કઈ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

આગામી 17 મી સપ્ટેમ્બરે યોજાનાર વડોદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી માટે ખેડૂત વિભાગમાં કુલ 21 ફોર્મ ભરાયા હતા,વેપાર વિભાગની 4 બેઠક માટે 12 ફોર્મ ભરાય હતા,ખરીદ વેચાણ વિભાગ ની બે બેઠકો માટે 4 ફોર્મ ભરાયા હતા જે પૈકી આજે કુલ 13 ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા,હવે વેપારી વિભાગની 4 બેઠકો માટે મતદાન યોજાશે અને ચૂંટણી પૂર્વે આ વિભાગ પણ સીધી રીતે અંકે કરી લેવાના ભૂગર્ભ પ્રયાસો શરૂ છે.

વડોદરા APMCની ચૂંટણી માટે ખેડૂત વિભાગમાં કુલ 21 ફોર્મ ભરાયા હતા જેમાં 11 પરત ખેંચાયા છે અને 10 બિનહરી જાહેર કરવામાં આવ્યા છે.વેપાર વિભાગની 4 બેઠક માટે 12 ફોર્મ ભરાયા હતા અને 7 પરત ખેંચાયા છે, જ્યારે 5 ઉમેદવાર મેદાનમાં હોવાથી આ વિભાગ માટે ચૂંટણી થશે. ખરીદ વેચાણ વિભાગની બે બેઠકો માટે 4 ફોર્મ ભરાયા હતા 2 પરત ખેંચતા 2 બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં છે.

 26 ,  1