વર્ષનું પહેલું ‘વલયાકાર સૂર્યગ્રહણ’ આજે દેખાશે….

ભારતમાં માત્ર અરૂણાચલ પ્રદેશ અને લદાખમાં સૂર્યાસ્તના થોડા સમય પહેલા જોવા મળશે

આ વખતે સૂર્યગ્રહણ કોરોના કાળમાં થઈ રહ્યું છે. આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આજે છે. આ ‘વલયાકાર સૂર્યગ્રહણ’ હશે અને આ ખગોળીય ઘટના ત્યારે થાય છે, જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવી જાય છે. આજે થનારા સૂર્યગ્રહણના દિવસે દુનિયભરના અનેક દેશોમાં ‘રિંગ ઓફ ફાયર’નો નજારો પણ જોવા મળશે. આ ગ્રહણ દરમિયાન ચંદ્રનો પડછાયો સૂર્યના લગભગ 94 ટકા હિસ્સાને પૂરી રીતે ઘેરી લે છે. જેથી આ દરમિયાન સૂર્ય હીરાની અંગૂઠીની જેવો ચમકતો જોવા મળે છે. વિજ્ઞાનની ભાષામાં તેને “રિંગ ઓફ ફાયર” કહેવામાં આવે છે.

મળતી માહિતી મુજબ ,આજે સૂર્યગ્રહણ ભારતમાં માત્ર અરૂણાચલ પ્રદેશ અને લદાખના કેટલાક હિસ્સાઓમાં જ સૂર્યાસ્તના થોડા સમય પહેલા જોવા મળશે. એમ.પી. બિરલા તારામંડળના નિદેશક દેબીપ્રસાદ દુરઈએ કહ્યું કે સૂર્યગ્રહણ ભારતમાં અરૂણાચલ પ્રદેશ અને લદાખના કેટલાક હિસ્સાઓમાં જ જોવા મળશે.અરૂણાચલ પ્રદેશમાં દિબાંગ વન્યજીવ અભ્યારણની પાસે સાંજે લગભગ 5:52 વાગ્યે આ ખગોળીય ઘટનાને જોઈ શકાશે. બીજી તરફ, લદાખના ઉત્તરી હિસ્સામાં લગભગ સાંજે 6:15 વાગ્યે સૂર્યાસ્ત થશે, સાંજે લગભગ 6 વાગ્યે સૂર્યગ્રહણ જોઈ શકાશે.

વધારે વિગતોમાં ,આ સૂર્યગ્રહણ ઉત્તર અમેરિકા, યૂરોપ અને એશિયાના અનેક ક્ષેત્રોમાં જોઈ શકાશે. ભારતીય સમય મુજબ 11:42 વાગ્યે આંશિક સૂર્યગ્રહણ થશે અને તે બપોરે 3:30 વાગ્યાથી વલયાકાર રૂપ લેવાનું શરૂ કરશે તથા બાદમાં સાંજે 4:52 વાગ્યા સુધી આકાશમાં સુર્ય અગ્નિ વલયની જેમ જોવા મળશે.સૂર્યગ્રહણ ભારતીય સમય મુજબ સાંજે લગભગ 6:41 વાગ્યે ખતમ થશે. વિશ્વમાં અનેક સંગઠન સૂર્યગ્રહણની ઘટનાનું લાઇલ પ્રસારણની વ્યવસ્થા કરી રહ્યા છે.

જાણકારી અનુસાર ,ભારતમાં આ ગ્રહણ આંશિક રીતે જ હશે. તેથી ગ્રહણ કાળ માન્ય નહીં હોય. અમેરિકાના ઉત્તર ભાગ, યૂરોપ અને એશિયામાં પણ આંશિક સુર્યગ્રહણ જ હશે. પૂર્ણ સૂર્યગ્રહણ ઉત્તર કેનેડા, ગ્રીનલેન્ડ અને રશિયામાં હશે.

 189 ,  3