September 18, 2021
September 18, 2021

વાપી-વલસાડ ખાતેથી 4.5 કિલો MD ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ

ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું સૌથી મોટું ઓપરેશન

નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (NCB) દ્વારા દક્ષિણ ગુજરાતમાં મોટું ઓપરેશન પાર પાડતા વાપી-વલસાડમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. જેમાં NCBની ટીમે 2 આરોપીઓ પાસેથી 4.5 કિલોગ્રામ એમડી ડ્રગ્સ સાથે 85 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે.

ગુજરાતમાં સૌ પ્રથમ વખત આટલી મોટી માત્રામાં MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 20 કલાક જેટલું આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જે દરમ્યાન 85 લાખ રોકડ રકમ પણ મળી આવી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વાપીમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાયા બાદ NCBની 20 ટીમો ગુજરાતમાં કામે લાગી ગઈ છે. હાલ આ કેસમાં NCBની ટીમે પ્રકાશ પટેલ અને સોનુ નામના બે શખ્સોને ઝડપી પાડીને ડ્રગ્સ ફેક્ટરી સીઝ કરી દીધી છે. NCBની ટીમની પૂછપરછમાં સામે આવ્યું કે, પ્રકાશ પટેલ ડ્રગ્સ બનાવતો હતો, જ્યારે સોનુ રામ માર્કેટિંગ કરતો હતો. હાલ બન્ને આરોપીઓની ધરપકડ બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 461 ,  3