September 20, 2021
September 20, 2021

વોડા-આઈડિયાને જીવનદાન : સરકારે ટેલિકોમ સેક્ટરને આપી રાહત!

સરકારે એજીઆર કેસ મુદ્દે તમામ ટેલિકોમ કંપનીઓને રાહત આપી

દેવામાં ડૂબેલી વોડા-ફોન આઇડીયા માટે સારા સમાચાર છે. સરકારે રાહત પેકેજની જાહેરાત કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. સુત્રો મુજબ, સરકારે એજીઆર કેસ મુદ્દે તમામ ટેલિકોમ કંપનીઓને રાહત આપી છે.

તણાવગ્રસ્ત ટેલિકોમ ક્ષેત્રને રાહત આપવા માટે કેન્દ્રીય કેબિનેટે બુધવારે ટેલિકોમ કંપનીઓને સ્પેક્ટ્રમ લેણાંની ચુકવણી પર મોરેટોરિયમ આપ્યો છે એટલેકે આ ચૂકવણી તબક્કાવાર અને લાંબાગાળે કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

આ નિર્ણય વોડાફોન આઈડિયા જેવા ખસ્તાહાલત ટેલિકોમ ઓપરેટરોને ખૂબ જ જરૂરી જીવનદાન આપશે. વોડાફોન આઈડિયા લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેન કુમાર મંગલમ બિરલાએ અગાઉ કેબિનેટ સચિવને પત્ર લખીને વોડાફોન આઈડિયામાં પોતાનો હિસ્સો સરકારને અથવા સરકાર દ્વારા મંજૂર કરેલી કોઈપણ કંપનીને મફતમાં ઓફર કર્યો હતો. 4 ઓગસ્ટના રોજ અબજોપતિ બિરલાએ વોડાફોન આઈડિયા લિમિટેડના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું.

AGR મુદ્દે વોડાફોન-આઈડિયાને ટેલિકોમ મંત્રાલયને 50,400 કરોડ ચૂકવવાના બાકી છે. જોકે કેટલાક વિશ્લેષકોના મતે સરકાર કરદાતાઓના નાણાંનો ઉપયોગ ટેલિકોમને બેલઆઉટ કરવા માટે વાપરી ન શકે. સૂત્રોએ કહ્યું કે AGR ચૂકવણીમાં મોરેટોરિયમની સિવાય ટેલિકોમ કંપનીના દેવાને ઈક્વિટીમાં રૂપાંતર કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે.

 17 ,  1