શાહપુરમાં પશુ ઘાતકીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

SOG ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચી લીધો, વધુ તજવીજ હાથ ધરી

શાહપુર પોલીસ સ્ટેશનના પશુ ઘાતકી ગુનામાં નાસતા ફરતા આરોપીને SOG ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યો છે. બાતમીને આધારે SOGએ ગુલામ કુરેશીને દબોચી લીધો હતો. આ મામલે SOGએ આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી વધુ તજવીજ હાથ ધરી છે.

એક વર્ષ પહેલા શાહપુરના મિરઝાપુર ખાતે આવેલી રાણી રૂપમતી મસ્જિદને અડીને આવેલા કુરેશી ચોકમાં કોટ વિસ્તારમાં સૌથી મોટું ગેરકાયદે ચાલતું કતલખાનું ઝડપાયું હતું. જેમાં કેટલાક ગેરકાયદેસર પશુઓના કતલ કરી દેવામાં આવ્યા હતા.જો કે પશુઓને પણ બચાવી લેવામાં આવ્યા હતા. આ રેડ દરમિયાન આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે આ મામલે મુખ્ય આરોપીને પકડવામાં SOG ને મોટી સફળતા મળી છે.

SOG ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એ.ડિ પરમાર, પીએસઆઈ પી.કે ભુત થતા તેમની ટીમના હે.કોસ્ટેબલ વિરેન્દ્રસિંહ દિલીપસિંહ, જયદીપસિંહ ગનુભાઇ, હિતેશસિહ રણજીતસિંહ તેમજ લક્ષ્મણસિંહ રાણાએ ચોક્કસ બાતમીને આધારે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી ફરાર આરોપી ગુલામ અસરફ ઉર્ફે ગોલી અબ્દુલ રહેમાન કુરેશીને દબોચી લીધો હતો.

હાલ આ મામલે SOG ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ગોરાખધંધામાં કોણ કોણ સામેલ છે. તે સહિતની તપાસ કરવામાં આવી રહી છે.

 62 ,  1