શેરબજારમાં કડાકો : સેન્સેક્સમાં 500 પોઇન્ટનો ઘટાડો

 ટાટા સ્ટીલ, સન ફાર્મા, SBI, ICICI બેન્ક, ડો.રેડ્ડી લેબ્સ સહિતના શેરમાં ઘટાડો 

શેરબજાર આજે ઘટાડા સાથે બંધ થયું હતું. આજના કરોવબરના અંતે નિફ્ટી ઈન્ડેક્સ 151 અંક ઘટીને 15,727 ની સપાટીએ બંધ રહ્યો છે તો બીજી તરફ સેન્સેક્સ પણ 485 પોઇન્ટના ઘટાડા સાથે 52,568ના સ્તરે બંધ રહ્યો હતો.

સેન્સેક્સ બપોરે 3.11 વાગ્યે 516 અંક ઘટી 52538 પર કારોબાર કરતા જોવા મળ્યું હતું. જ્યારે નિફ્ટી 161 અંક ઘટી 15717 પર કારોબાર કરી રહ્યો હતો. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, સન ફાર્મા, SBI, ICICI બેન્ક, ડો.રેડ્ડી લેબ્સ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા સ્ટીલ 2.15 ટકા ઘટી 1191.65 પર કારોબાર કરી રહ્યો છે.

સન ફાર્મા 1.96 ટકા ઘટી 667.00 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ટેક મહિન્દ્રા, બજાજ ઓટો, HCL ટેક, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ટેક મહિન્દ્રા 1.53 ટકા વધી 1061.95 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ઓટો 0.83 ટકા વધી 4082.05 પર કારોબાર કરી રહ્યો છે.

 18 ,  1