શેરબજારમાં તેજી યથાવત, સેન્સેક્સ 62000 તરફ વધ્યો

નિફ્ટી 18500ને પાર પહોંચ્યો

ભારતીય શેરબજાર આજે સપ્તાહના પહેલા દિવસે મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યા છે. શરૂઆતી કારોબારમાંજ શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી છે. આજે  સેન્સેક્સ પ્રારંભિક કારોબારમાંજ ૫૦૦ અંકને પાર 61,863.09 ના સ્તર સુધી ઉછળ્યા હતા અને નિફ્ટી તેજીના પગલે 18500 ની ઉપર નવા ઓલ ટાઈમ હાઈ લેવલ પર જોવા મળ્યા હતા. કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજારો રેકોર્ડ સપાટીએ ખુલ્યા હતા. સેન્સેક્સ 61,817.32 અને નિફ્ટી 18,500.10 પર ખુલ્યો હતો.

છેલ્લા કારોબારી દિવસે બજારની સ્થિતિ કેવી હતી?

ગયા અઠવાડિયે, ગુરુવારે, શેરબજારમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટીએ નવા રેકોર્ડ બનાવ્યા. સેન્સેક્સ પ્રથમ વખત 61000 ને પાર કરીને 61353 ના સ્તર પર પહોંચ્યો હતો. નિફ્ટીએ પણ પ્રથમ વખત 18351 ના સ્તરને સ્પર્શ કર્યો હતો. સૌથી મોટી તેજી બેન્ક, ફાઇનાન્શિયલ અને આઇટી શેરોમાં હતી. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 569 પોઈન્ટ વધ્યો અને 61306 પર બંધ થયો. નિફ્ટી પણ 174 પોઈન્ટ મજબૂત થઈને 18336 પર બંધ થયો. એચડીએફસીબેંક, આઈટીસી, પાવરગ્રીડ, આઈસીઆઈસીઆઈબીએંક, ઈન્ડુસિન્ડબીકે, એલટી, એનટીપીસી અને ટેકનો સમાવેશ થાય છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી