સહકારી મંડળીનું કૌભાંડ : 365 કરોડની સંપત્તિ જપ્ત

અંદાજે 20 લાખ રોકાણકારો સાથે થઇ છેતરપિંડી

સહકારી મંડળીઓ દ્વારા ખાતેદારો સાથે છેતરપિંડીના વધી રહેલા કિસ્સામાં રાજસ્થાનમાં આવી જ એક સહકારી મંડળીની અંદાજે 365 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તેમાંથી ખાતેદારોને નાણા પરત મળી શકશે. અલબત્ત, ખાતેદારોએ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે.

ઇડીએ રાજસ્થાનમાં 20 લાખ લોકો સાથે છેતરપિંડી આચરનાર એક સહકારી મંડળીની 365 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ વિરૂદ્ધના કાયદા હેઠળ કરવામાં આવી છે તેમ ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

ઇડીએ આ કેસમાં આદર્શ ગુ્રપ ઓફ કંપનીઝ અને રિદ્ધિ સિદ્ધિ ગુ્રપ ઓફ કંપનીઝ સાથે સંકળાયેલી સંપત્તિ ટાંચમાં લીધી છે. ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિમાં રાજસૃથાન, હરિયાણા અને દિલ્હીમાં આવેલ ખેતી, રહેણાંક અને કોમર્શિયલ જમીનનો સમાવેશ થાય છે. 

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિનું કુલ મૂલ્ય 365.94 કરોડ રૂપિયા થાય છે. રાજસૃથાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ દ્વારા આદર્શ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ(એસીસીએસએલ) અને તેના પ્રમોટરો મુકેશ મોદી, રાહુલ મોદી અને અન્ય વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઇઆરને આધારે ઇડીએ પીએમએલએ હેઠળ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. 

ઇડીના જણાવ્યા અનુસાર મુકેશ મોદી એ પોતાના સંબધી વિરેન્દ્ર મોદી, રાહુલ મોદી, સોસાયટીના અિધકારીઓ સહિતના સાથીઓ સાથે મળીને ડીપોઝિટરોના નાણાની ઉચાપત કરી હતી.

પગાર, ઇન્સેન્ટીવ અને કમિશન પેટે ડિપોઝીટરોની મોટી રકમની ઉચાપત કરવામાં આવી હતી. મુકેશ મોદી અને અન્ય આરોપીઓએ આચરેલી છેતરપિંડીને કારણે 20 લાખ રોકાણકારોની જીવનભરની કમાણીનું ધોવાણ થઇ ગયું છે. 

ઉલ્લેખનીય છે કે આ જ કેસમાં ઇડીએ ઓક્ટોબર, 2019માં 1489.03 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી. અને ગયા જ વર્ષે આ મિલકતોનો કબજો પણ મેળવી લીધો હતો. ચાલુ વર્ષે માર્ચમાં સ્પેશિયલ પીએમએલએ કોર્ટ સમક્ષ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી.

 19 ,  1