સાંતેજમાં માસૂમ બાળકીની હત્યા નિપજાવી દુષ્કર્મ આચરનારાને સેશન્સ કોર્ટે સજા ફટકારી

બાળકીને પીંખનારા ગાંધીનગરના નરાધમને આજીવન કેદની સજા

ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં ત્રણ વર્ષની એક બાળકીની હત્યા નિપજાવી દુષ્કર્મ ગુજારવાના મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. મહત્વનું છે કે, માસૂમ બાળકીની હત્યા અને દુષ્કર્મ કેસમાં પોલીસે માત્ર આઠ દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી માત્ર 14 દિવસમાં સુનાવણી પૂર્ણ કરી સજા ફટકારી દાખલો બેસાડ્યો છે.

સિરિયલ રેપીસ્ટ કિલર વિજય ઠાકોરને આજે કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી શકે છે. આરોપીએ 3 બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું જેમા એકની તો તેણે હત્યા પણ કરી હતી. સમગ્ર મામલે ગાંધીનગર પોલીસ દ્વારા રજૂ કરવામાં આવી હતી અને 8 નવેમ્બરે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ મહિલા પર હુમલાની ઘટના અને લૂંટની ફરિયાદ પણ નોંધાઈ ચુકી છે.

 60 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી