સાધુ થી સરદાર સુધી-પીએમ મોદીના બાયોપિકમાં આવા દેખાશે વિવેક ઓબરોય

ઓમંગ કુમારના ડાયરેકશનમાં બનાવવામાં આવી રહેલી પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના બાયોપિક લુકને રીલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મ ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શે એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં વિવેક ઓબેરોયના 9 લુક બતાવવામાં આવ્યા છે. જેમાં પીએમ મોદીના યુવાન થી લઈને હાલના સમયના તમામ લુક બતાવવામાં આવ્યા છે. વિવેક ઓબેરોયને પીએમ મોદીની જેમ બતાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. બાકીની માહિતી તો ફિલ્મ આવશે ત્યારે જ જોવા મળશે. આ મામલે શોશિયલ મીડિયા પર પણ ચર્ચાઓ ચાલી રહી છે. કારણકે મહેન્દ્ર સિંહ ધોનીની બાયોમેટ્રિના રિલીઝના સમયે બંનેના લુકની સરખામણી કરવામાં આવી રહી હતી. પરંતુ ફિલ્મ રીલીઝ થયા બાદ ફિલ્મને ઘણી પ્રસંશા મળી હતી.

વિવેક ઓબેરોય સિવાય ફિલ્મ બરખા બિષ્ટ પીએમ મોદીના પત્ની જશોદાબેનના રોલમાં જોવા મળશે .તેમજ ઝરીના વાહબ પ્રધાનમંત્રી મોદીના માં હીરાબાના રોલમાં જોવા મળશે.અભિનેતા મનોજ જોશી ફિલ્મમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહનો રોલ કરતા જોવા મળશે. આ ફિલ્મના નિર્માતા શુરેશ ઓબેરોય અને સંદીપ સિંહ છે.

પીએમ મોદીની બાયોપિકમાં માત્ર તેના જીવન થી જોડાયેલી વાતોજ નહિ પરંતુ રાજનીતિમાં ટોચ સુધી પહોંચવા સુધીના તેના જીવન સફરને પણ બતાવવામાં આવશે કે તેમને આજે આ જગ્યા પર પહોચવા માટે કેવી કેવી મુશીબતો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

 62 ,  3