September 23, 2021
September 23, 2021

સુનંદા પુષ્કર કેસમાં કોંગ્રેસ નેતા શશી થરૂર નિર્દોષ જાહેર

દિલ્હી કોર્ટે કોંગ્રેસ નેતાને કર્યા આરોપમુક્ત

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોત કેસમાં દિલ્હી કોર્ટે શશિ થરૂરને મોટી રાહત આપી છે. દિલ્હીની કોર્ટે સુનંદા પુષ્કરના મોત મામલે તમામ આરોપોમાંથી શશિ થરૂરને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટમાંથી રાહત મળ્યા બાદ શશિ થરૂરે કોર્ટનો આભાર માન્યો અને કહ્યું કે વર્ષોથી આ દર્દમાંથી પસાર થઈ રહ્યો હતો. 

સુનંદા પુષ્કરનું મોત 17 જાન્યુઆરી 2014ના રોજ દિલ્હીની એક મોટી હોટલમાં થઈ હતી. મોત પહેલા સુનંદા પુષ્કરે આરોપ લગાવ્યો હતો કે તેમના પતિ થરૂરના એક પાકિસ્તાની પત્રકાર સાથે સંબંધ છે. આ મામલે દિલ્હી પોલીસે શશિ થરૂર વિરુદ્ધ કલમ 307, 498એ હેઠળ કેસ દાખલ કર્યો હતો. થરૂર પર પત્નીને આત્મહત્યા માટે ઉક્સાવવા અને તેમની સાથે ક્રુરતાથી વર્તવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. 

કોંગ્રેસ સાંસદ શશી થરુરને તેમની પત્નીના મોત મામલે કોર્ટ દ્વારા ક્લીન ચીટ આપી દેવામાં આવી છે, જેથી તેઓ બધા આરોપોમાંથી હવે મુક્ત થઈ ગયા છે

 56 ,  1