સુપરસ્ટાર રજનકાંતની તબિયત લથડી…

ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ..

સુપરસ્ટાર રજનકાંતને રુટીન ચેકઅપ માટે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવતા ચાહકો ચિંતાતુર થયા છે. રજનકાંત રુટીન ચેકઅપ માટે કાવેરી હોસ્પિટલ આવ્યાં હતા જ્યાં તેમને દાખલ કરી દેવાયા હતા. આ ખબર સામે આવ્યાં બાદ ચાહકો પરેશાન થવા લાગ્યા હતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા લાગ્યા હતા.

રજનીકાંત ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં હેલ્થચેક અપ માટે ગયા હતા જે પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરી દેવાયા હતા. જોકે હજુ સુધી જાણકારી મળી શકે નથી કે રજનીકાંતની તબિયત બગડી છે કે પછી કોઈ ટેસ્ટ માટે તેમને દાખલ કરવામાં આવ્યાં છે.

આ સમાચાર સામે આવ્યાં બાદ રજનીકાંતના ચાહકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા લાગ્યા હતા. ચાહકોએ અભિનેતાના સારા સ્વાસ્થ્ય અંગે શુભકામના કરી રહ્યાં છે. 

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી