સેન્સેક્સ 137 અંક લપસ્યો, નિફ્ટી 15800ની નીચે

બેન્ક નિફ્ટી 0.54% ઘટાડાની સાથે 35,480.90ના સ્તર પર

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં શરૂઆત ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 52701.13 પર જ્યારે નિફ્ટીએ 15,784.25 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.13 ટકાથી ઘટાડાની નબળાઈ જોવામાં આવી રહી છે.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.24 ટકાની વધારો દેખાય રહ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.32 ટકાની મજબૂતી દેખાય રહી છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.33 ટકાના વધીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 137.06 અંક એટલે કે 0.26 ટકાના ઘટાડાની સાથે52,632.67ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 43.60 અંક એટલે કે 0.28 ટકા ઘટીને 15,768.75ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

એનએસઈના સેક્ટરોયિલ ઈન્ડેક્સમાં જોઈએ તો ઑટો, એફએમસીજી, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક અને રિયલ્ટી 0.09-0.56 શેરોમાં વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.54% ઘટાડાની સાથે 35,480.90 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે  ફાર્મા અને આઈટી શેરોમાં વધારો દેખાય રહ્યો છે.

દિગ્ગજ શેરોમાં મારૂતિ સુઝુકી, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી બેન્ક અને જેએસડબ્લ્યુ સ્ટીલ 0.50-1.00 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટેક મહિન્દ્રા, એલએન્ડટી, ઓએનજીસી, એચસીએલ ટેક, કોલ ઈન્ડિયા, પાવર ગ્રિડ અને બીપીસીએલ 0.37-1.80 ટકા સુધી વધ્યો છે.

મિડકેપ શેરોમાં મેક્સ ફાઈનાન્શિયલ, ઓબરોય રિયલ્ટી, આદિત્ય બિરલા ફેશન, ગોદરેજ પ્રોપર્ટી અને જિંદાલ સ્ટીલ 0.52-1.08 ટકા સુધી લપસ્યા છે. જ્યારે એમફેસિસ, બેયર કૉર્પસાઈન્સ, ક્રિસિલ, ગ્લેક્સોસ્મિથ અને ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ 1.42-2.60 ટકા વધ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં અલંકિત, સારેગામા ઈન્ડિયા, શ્રી રેણુકા, બજાજ હિંદુસ્તાન અને ક્વેસ કૉર્પ 4.47-10.75 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં કિટેક્સ ગાર્મેન્ટ્સ, હેપિએસ્ટ માઈન્ડ્સ, એબી મની, સ્ટીલ સ્ટેર વ્હિલ્સ અને ઈન્ડો કાઉન્ટ 6.57-10 ટકા સુધી મજબૂત થયા છે.

 80 ,  1