September 19, 2021
September 19, 2021

સૌથી મોટા સમાચાર : CM રૂપાણીએ આપ્યું રાજીનામું

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને પગલે તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવામાં આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના મંત્રી મંડળ સાથે રાજ્યપાલને મળવા પહોંચતા રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે.

આજે ગુજરાતમાં રાજકીય નવાજૂનીના એંધાણ સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. રાજ્યમાં આજે રાષ્ટ્રીય નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો છે. કમલમ્ ખાતે રાષ્ટ્રીય નેતાઓની બેઠક ચાલી રહી છે. જ્યારે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા છે. રૂપાણી ત્યાંથી મીડિયાને બ્રીફિંગ કરશે.


ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ ગુજરાત આવ્યા બાદ રાજ્યમાં ભાજપની હલચલ તેજ થયેલી જોવા મળી હતી. કમલમ ખાતે બંધબારણે રાષ્ટ્રીય નેતાઓ સાથે ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલની બેઠક ચાલી રહી છે. જ્યારે બેઠકમાં અન્ય ચાર મહામંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા છે. બેઠકમાં ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર છે.

 149 ,  1