હજુ પણ ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, કેન્દ્રિય મંત્રીએ આપ્યું આ નિવેદન

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનું ગડકરીનું સૂચક નિવેદન

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવા એક મોટા પગલાની દરખાસ્ત મૂકી છે. પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે જો પેટ્રોલ-ડીઝલ અને બીજા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST હેઠળ સમાવી લેવામાં આવે તો હજુ પણ તેના ભાવમાં ખૂબ મોટો ઘટાડો થઈ શકે છે અને તેનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની મહેસૂલી આવકમાં પણ વધારો થશે.

 કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે જો પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોને એકલ, રાષ્ટ્રવ્યાપી GST શાસન હેઠળ લાવવામાં આવશે તો કર વધુ ઘટશે અને કેન્દ્ર અને રાજ્યો બંનેને વધુ આવક થશે. એક કાર્યક્રમમાં મીડિયાને સંબોધતા નીતિન ગડકરીએ જણાવ્યુ હતું કે ‘જો નાણાપ્રધાન નિર્મલા સીતારમણને રાજ્ય સરકારોનું સમર્થન મળશે તો ચોક્કસપણે પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવાનો પ્રયાસ કરશે.’

વધુમાં જણાવતા કહ્યું હતું કે “રાજ્યોના નાણાપ્રધાનો પણ “GST કાઉન્સિલમાં સભ્ય છે. કેટલાક રાજ્યો પેટ્રોલ અને ડીઝલને GST શાસન હેઠળ લાવવાના વિરોધમાં છે. જો પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવામાં આવશે તો આ ઉત્પાદનો પરના ટેક્સમાં ઘટાડો થશે અને કેન્દ્ર અને રાજ્યો બંનેની આવકમાં વધારો થશે,”.

 12 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી