હવે ઘરનું ઘર ખરીદવા પર થશે લાખોનો ફાયદો, જાણો કેવી રીતે

જો તમે ઘર ખરીદવાની પ્લાનિંગ કરી રહ્યા છો તો 1 એપ્રિલ સુધી રોકાઈ જાઓ. GST કાઉન્સિલ અંડર કન્સ્ટ્રકશન પ્રોજેક્ટ અને સસ્તા ઘર પર GST ઘટાડવાથી આપને ઘરની ખરીદી પર લાખો રૂપિયાનો ફાયદો થશે.

પહેલી વખત ઘર ખરીદવાની આવી સોનેરી તક મળી છે તેને આ રીતે સમજો. જો આપ પહેલી વખત ઘર અંડર કંસ્ટ્રક્શન પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદી રહ્યાં છો તો અત્યાર સુધી આ હેઠળ આપે 12 ટકા GST ચુકવવો પડતો હતો 1 એપ્રિલથી આ GST રેટ ઘટીને 5 ટકા થઇ જશે. એટલે કે GSTમાં 7 ટકા ઘટશે.

અંડર કંસ્ટ્રક્શન પ્રોપર્ટી પર GST ઘટાડવા પર સહમતિ બની જે બાદ અંડર કંસ્ટ્રક્શન પ્રોપર્ટી પર GST 5 ટકા નક્કી થયો, તેમજ વગર ઇનપુટ ટેક્સ ક્રેડિટને અંડર કંસ્ટ્રક્શન પ્રોપર્ટી પર GST 5 ટકા લાગશે. આ ઉપરાંત અફોર્ડેબલ હાઉસિંગ પર 1 ટકા GST લાગવા પર મંજૂરી મળી. એટલે 45 લાખ રૂપિયા સુધીનાં ઘર પર 1 ટકા GST લગાવવાની મંજૂરી મળી.

આ હેઠળ હવે 45 લાખ રૂપિયાની પ્રોપર્ટી પર 45,000 રૂપિયા GST લાગશે. 3.15 લાખ રૂપિયાની સીધી બચત થશે. જો આપ પહેલી વખત ઘર ખરીદવા જઇ રહ્યાં છો તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હોમ લોન પર 2.67 લાખ રૂપિયાની સબસિડી મળશે એટલે કૂલ 5.82 લાખ રૂપિયાની બચત થશે.

 143 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી