હવે ટ્રાફિક નિયમ તોડનાર અમદાવાદ પોલીસની નજરથી નહીં બચી શકે, પોલીસે એક હાઇટેક પ્રયોગ કર્યો શરુ

શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે ત્યારે વાહન સંબધીત ગુનાઓ જેવાકે અકસ્માત કરીને ભાગી જવું, લૂંટ કરવી, ચેઇન સ્નેચિંગના બનાવોમાં પણ દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જેથી પોલીસે ટ્રાફિકની સમસ્યાને કંટ્રોલ કરવા અને વાહન સંબધીત ગુનાઓને રોકવા માટે એક હાઇટેક પ્રયોગ શરુ કર્યો છે. જે અંતર્ગત શહેરના 130 જંકશન પર બે હજાર કરતા વધુ ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નીઝ કેમેરા અને હાઇસ્પીડ કેમેરા લગાવવાનું નક્કી કર્યું છે.

હાઇસ્પીડ કેમેરાની અનેક ખાસીયતો,પોલીસનું કામ થશે સરળ

એએનપીઆર કેમેરા તેમજ હાઇસ્પીડ કેમેરાની અનેક ખાસીયતો છે જેના કારણે પોલીસનું કામ સરળ થઇ જશે. આ થકી ટ્રાફિક નિયમો અને ચોરીના કે અન્ય ગુનામાં વપરાયેલા વાહનોની કડી તાત્કાલિક મળી જશે. હાલ 230 જંક્શન પર 3275 હાઇડેફિનેશન કેમેરા છે. રાજય સરકાર દ્વારા સેફ એન્ડ સીક્યુરીટી ગુજરાત પ્રોજેક્ટ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં રાજયભરમાં મહત્વનાં સ્થળો પર હાઇ ડેફીનેશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ, કમાન્ડ અને કંટ્રોલ રૂમ તથા ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ વડે જાહેર સ્થળો ઉપર ઝીણવટભરી નજર રાખી શકાશે.

આ પ્રોજેક્ટ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે શરૂ કરવામાં આવશે. એક ડીસીપી, બે એસીપી, 6 પીઆઇ, 10થી વધુ પીએસઆઇ અને 200 કરતા વધુ પોલીસ કર્મચારીઓ શહેરના ખુણેખુણાની નજર રાખશે. શહેરની પોલીસ કમીશ્નર કચેરી ખાતે ગુજરાતનું સૌથી મોટુ પોલીસ કંટ્રોલ રુમ આગામી સમયમાં શરુ થશે.

શું છે આ કેમેરાની ખાસિયત ?

એએનપીઆર કેમેરાની ખાસીયતની વાત કરીએ તો ચોરાયેલા વાહનો, ગુનામાં વપરાયેલા વાહનો તથા ઇ-મેમો ન ભરાયો હોય તેવા વાહનોને રોડ પર જ ઓળખવામાં પોલીસને મદદ મળશે. ઓટોમેટીક નંબર પ્લેટ રેકોનાઇઝેશન સીસ્ટમવાળા કેમેરા વાહનોની નંબર પ્લેટ રીડ કરશે. ચોરાયેલુ વાહન કે ગુનામાં વપરાયેલુ વાહન તે નંબર સાથે આ કેમેરાની નજરમાંથી પસાર થશે તો તેનું ખાસ સોફ્ટવેર ડેટાબેઝથી આ નંબર મેચ કરીને કંટ્રોલમાં એલર્ટ આપવામા આવશે. કોઇપણ વાહનચાલક 100 કરતા વધુની સ્પીડ પર વાહન ચલાવીને ટ્રાફિકનો ભંગ કરશે તેની પર પણ પોલીસ કાર્યવાહી કરશે. અકસ્માત કરીને ચાલક ભાગી જશે તો તેની નંબર પ્લેટ તરત રીડ કરી લેવાશે. એએનપીઆર કેમેરાથી કોઇપણ વાહન આખો દિવસ સુધી ક્યા ક્યા જંકશન પરથી પસાર થયુ છે તેની પણ તમામ વિગતો કંટ્રોલરુમ પાસે હશે..

 153 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી