September 23, 2021
September 23, 2021

હોલમાર્કના કાયદાના વિરોધમાં સોની વેપારીઓની હડતાળ

સોનાના આભૂષણોની 16 જૂનથી હોલમાર્કિંગ જરૂરી

હોલમાર્કના નવા કાયદાના વિરોધમાં રાજ્યભરમાં સોની વેપારીઓની હડતાળ છે. વિરોધના પગલે સોના ચાંદીની તમામ બજારો બંધ રહેશે. અખિલ ભારતીય રત્ન તથા આભૂષણ ઘરેલૂ પરિષદ (GJC) એ શુક્રવારે હડતાળની જાહેરાત કરી હતી. તે પ્રમાણે આજે દેશભરના સોની વેપારીઓ સાથે ગુજરાતના વેપારીઓ પણ આ હડતાળમાં સામેલ થશે. 

સોનાના આભૂષણોની 16 જૂનથી ફેજ પ્રમામે હોલમાર્કિંગને જરૂરી કરી દેવામાં આવી છે. સરકારે પ્રથમ ફેઝના અમલ માટે 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 256 જિલ્લાની ઓળખ કરી છે. સોનાની હોલમાર્કિંગ કિંમતી ધાતુની પ્યોરિટનું સર્ટિફિકેશન આપે છે. આ અત્યાર સુધી સ્વૈચ્છિક રૂપથી કરવામાં આવતું હતું. 

ગુજરાતમાં પણ સોની વેપારીઓ વિરોધ પ્રદર્શનમાં થશે સામેલ

દેશભરમાં જ્વેલરી વિક્રેતાઓની હડતાળને ગુજરાતા સોની વેપારીઓ પણ ટેકો આપશે. વડોદરામાં આજે જ્વેલર્સની 200 દુકાનો બંધ રહેવાની છે. તમામ વેપારીઓ પ્રતીક હડતાળમાં સામેલ થશે. વેપારીઓ દ્વારા હોલમાર્કની જટીલ પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવી છે. આજ રીતે ભાવનગરમાં પણ સોની વેપારીઓ બંધ પાળશે. ભાવનગરમાં જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન, વોરબજાર ચોકસી મંડળ, ભાદેવા શેરી સુવર્ણકાર એસોસિએશન, પિરછલ્લા શેરી, શેરડી પીઠ સહિતના એસોસિએશનોએ આ બંધમાં જોડાવાની જાહેરાત કરી છે. 

આ સાથે ગુજરાતના અન્ય જિલ્લાના સોની વેપારીઓ પણ આ હડતાળમાં સામેલ થવાના છે. 

 47 ,  2