હોલીકાની દહન પહેલા કરાય છે ભાઈ-બહેન જેવી પૂજા, જાણો શું છે દહનનું મહત્વ

અમદાવાદ સહિત રાજ્યભરમાં હોલિકાદહન કરીને હોળીનું પર્વ મનાવાશે. દુષ્ટતા-બુરાઇ પર ભલમનસાઇ-અચ્છાઇની જીતના ઉત્સવ તરીકે હોળીનું પર્વ મનાવાય છે. રાત્રે ૮ઃ૫૮ બાદ હોળીનું પ્રાગટય કરવાનું શ્રેષ્ઠ મુહૂર્ત છે. ગુરુવારે રંગ-ઉલ્લાસના પર્વ ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે.

હોળી-ધૂળેટીના પર્વનું એક આગવું મહત્વ છે. આ પર્વમાં કટ્ટર શત્રુ સાથે પણ રાગ-દ્વેષ ભૂલાવીને તેને અબીલ-ગુલાલના માધ્યમથી સ્નેહના રંગમાં રંગી દેવામાં આવે છે.

નોંધનીય છે કે જ્યોતિષીઓના મતે હોળી પ્રગટાવવા માટે સાયંકાલવ્યાપિની પૂર્ણિમા તિથિ માન્ય છે. શાસ્ત્રની આજ્ઞાા મુજબ આ વર્ષે ફાગણ સુદ પૂર્ણિમા બુધવારના છે અને વ્રતની પૂર્ણિમા પણ આ જ દિવસે છે.

અલબત્ત, આ દિવસે વિષ્ટિ-ભદ્રા રાત્રે ૮ઃ૫૮ સુધી હોવાથી ત્યારબાદ હોળીનું પ્રાગટય કરવું ફળદાયી રહેશે. શાસ્ત્રવિદોના મતે હોળી પ્રાગટયમાં વિષ્ટિ-ભદ્રાનો ત્યાગ કરવો હિતાવહ છે.

હોળી દહન સાથે તેનું પૂજન પણ કરવામાં આવે છે, જેના દ્વારા ઘરની સમૃદ્ધિ જળવાઇ રહે તેવી માન્યતા છે. સુખ-સમૃદ્ધિ માટે હોળીનું પૂજન હળદરથી કરવું જોઇએ, તેની ચારેય તરફ અબીલ-ગુલાલથી રંગોળી બનાવવી તેમાં પાંચ ફળ, અન્ન, મીઠાઇ ધરાવવા જોઇએ. હોળીની ૭ પરિક્રમા કરતી વખતે જળ સમર્પિત કરતા રહેવું

.હોળીની અગ્નિમાં શેરડી, ઘઉંને શેકવા શુભ ગણાય છે. હોલિકારૃપી રાક્ષસી બળી જવા અને પ્રહલાદરૃપી સારાઇની રક્ષા થવાના કારણે હોળીની રાખને પવિત્ર ગણવામાં આવે છે.

હોળીના દિવસે ખજૂર ખાવાનું ધાર્મિક અને વૈજ્ઞાાનિક મહત્વ છે. આ દિવસે લોકો ખજૂર ખાય પણ છે અને હોળીની જ્વાળામાં ખજૂર હોમવામાં પણ આવે છે. હોળીનાં એક જ દિવસે અમદાવાદમાંથી ૮૦ ટનથી વધુ ખજૂરનું વેચાણ થશે. અમદાવાદમાં મોટાભાગનું ખજૂર ઇરાન, ઇરાક, સાઉદી અરેબિયાથી આવે છે.

આ વર્ષે હોલસેલમાં ખજૂરનો ભાવ રૃપિયા ૫૦થી રૃપિયા ૬૦ પ્રતિ કિગ્રા છે જ્યારે રિટેલ ભાવ રૃપિયા ૮૦થી રૃપિયા ૧૦૦ પ્રતિ કિગ્રા છે. ઇરાનની ફરદી ખજૂરના ભાવ પ્રતિ કિગ્રા રૃપિયા ૩૦૦ને પાર થયા છે.

હિંદુ પંચાગ મુજબ હોળી વર્ષનો અંતિમ તહેવાર છે. કેમકે, સનાતન ધર્મ અનુસાર ચૈત્ર મહિનાથી હિંદુ નવ વર્ષનો પ્રારંભ થાય છે. હોળીના પ્રાગટય વખતે તેની જ્વાળા કઇ બાજુ જાય છે તેના પરથી વાર્ષિક વરતારા કરવામાં આવે છે. જે સંક્ષિપ્તમાં આ મુજબ છે

હોળી દિન કરો વિચાર, શુભ અને અશુભ ફળ સાર, પશ્ચિમનો વાયુ જો વાય, સમય એ જ સારો કહેવાય, વાયુ જો પૂરવનો વાય, કોરોને કંઇ ભીનો જાય, દક્ષિણ વાયુ ધનનો નાશ, એ સમય ન ઉપજે ઘાસ, ઉત્તરનો વાયુ બહુ હોય, પૃથ્વી ઉપર પાણી બહુ જોય, જો વંટોળો ચારે વાય, પ્રજા દુઃખમાં ઝૂરે રાય, જો વાયુ આકાશે જાય, પૃથ્વી રણસંગ્રામ બતાવ, ફાગણની પૂનમને દિન, હોળી સમયે પારખ કીન. આમ, હોળીના પવન પરથી શુભાશુભનો વિચાર કરવો જોઇએ.

 118 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી