દિલ્હીમાં સંક્રમણ વધતાં કેજરીવાલ સરકારનો નિર્ણય, માસ્ક ન પહેર્યું તો થશે 2 હજારનો દંડ : Video

દિલ્હીમાં માસ્ક નહીં પહેરો તો હવે ભરવો પડશે 2 હજારનો દંડ

દિવાળી પછી દિલ્લીમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે કોરોનાના વધતા કેસ સામે હવે દિલ્લી હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે ગુરુવારે આ મામલે સુનાવણી કરતાં કેજરીવાલ સરકારની ઝાટકણી કાઢી હતી. આ સુનાવણી પછી દિલ્લી સરકારે માસ્ક ન પહેરનાર પર રૂપિયા 2 હજારનો દંડ લગાવવાની જાહેરાત કરી છે. પહેલા 500 રૂપિયા દંડ હતો, જેમાં ચાર ગણો વધારો કરી દેવાયો છે.

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે આ જાહેરાત કરી હતી કે, એલજીને મળ્યા પછી આ નિર્ણય લેવાયો છે. આજે મળેલી સર્વદળની બેઠકમાં આ પગલું ભરવાનું નિર્ણય લેવાયો હતો. રાજધાની દિલ્લીમાં સતત વધી રહેલા કોરોનાના કેસોના નિયંત્રણ માટે આજે મુખ્યમંત્રીએ સર્વદળીય બેઠક બોલાવી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ પણ સામેલ હતી.

હાઈકોર્ટે કહ્યું હતું કે, દિલ્લીમાં લગ્નોમાં મહેમાનોની સંખ્યા ઓછી રાખવાનો નિર્ણય લેવામાં વિલંબ મુદ્દે પણ ઝાટકણી કાઢી હતી અને 18 દિવસ સુધી તમે કેમ રાહ જોતા રહ્યા, તેમ કહ્યું હતું. દિલ્લી હાઈકોર્ટે કહ્યું કે, દંડની રકમ માસ્ક નહીં પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખનાર લોકો પર લગામ રાખી શકે તેટલી નથી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, કોરોના નિયમ તોડનાર પર 500 અને ત્યાર પછીના વાયોલન્સ પર રૂ. એક હજારનો દંડ લગાવવો જોઈએ.

 55 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર