Elon Muskને એક જ દિવસમાં અધધ.. 1.11 લાખ કરોડનું ધોવાણ

ટેસ્લાના શેરોમાં ઘટાડાના કારણે મોટુ ગાબડું

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને 300 અબજ ડોલરની સંપત્તિ રાખવા વાળા એકમાત્ર વ્યક્તિ એલન મસ્કને એક જ દિવસમાં 15 બિલિયન ડોલર એટલે 1.11 લાખ કરોડનું નુકસાન થયું છે. આ નુકસાન ટેસ્લાના શેરોમાં ઘટાડાના કારણે થયું છે. વાસ્તવમાં એલન મસ્કના ટ્વીટર પોલના કારણે આ ઘટાડો થયો છે, જેમાં મસ્કે 10% ટેસ્લાણ શેરોને વેચવાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઘટાડા પછી એલન મસ્કની કુલ નેટ વર્થ 323 બિલિયન ડોલરથી નીચે આવી ગઈ છે.

બ્લૂમબર્ગ બીલેનિયર્સ ઇન્ડેક્સના આંકડા અનુસાર એલન મસ્કની કુલ નેટવર્થ 15.1 બિલિયન ડોલરની કમીને જોતા મળી છે. એક દિવસમાં એટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. જો એને ભારતીય 5રૂપમાં જોઈએ તો 11,16,45,62,000 રૂપિયા બની રહ્યા છે. ત્યાર પછી એમની કુલ નેટવર્થ 323 બિલિયન ડોલર રહી ગઈ. જયારે એક વર્ષની કુલ સંપત્તિમાં 154 અરબ ડોલરનો વધારો થઇ ચુક્યો છે. ખાસ વાતએ છે કે એલન મસ્કની કંપનીમાં જેટલો ઘટાડો થયો છે એટલી પ્રોપર્ટી તો બિલ ગેટ અને વોરેન બફેની મિલાવીને થાય છે.

એલન મસ્કમની સંપત્તિમાં ઘટાડાનું મુખ્ય કારણ ટેસ્લાના શેરમાં ઘટાડો છે. સોમવારે જ્યારે ટેસ્લાના શેર યુએસ શેરબજાર Nasdaq પર 5 ટકા ઘટીને બંધ થયા હતા. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીનો શેર પણ $1133 પર નીચે ગયો હતો. બજાર બંધ થયું ત્યાં સુધીમાં કંપનીનો શેર $1,162 પર હતો. ટેસ્લાના શેરમાં પાછલા વર્ષમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. જેના કારણે કંપનીની માર્કેટ વેલ્યુ પણ વધી છે. હાલમાં, ટેસ્લા વિશ્વની ઉચ્ચ-મૂલ્ય ધરાવતી કંપનીઓમાંની એક છે.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી