સિદ્ધિવિનાયક મંદિરમાં 1.25 લાખ રુદ્રાક્ષનું 21 ફૂટનું શિવલિંગ તૈયાર કરાયું…

પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ રહી છે. રાજ્યભરનાં મંદિરોમાં એક મહિના સુધી વિવિધ વિશેષ કાર્યક્રમો યોજાશે. મહેમદાવાદ ખાતે આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં બિહાર અને નેપાળથી મગાવેલા 1.25 લાખ રુદ્રાક્ષનું 21 ફૂટનું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે.

શ્રાવણ માસમાં શિવની આરાધનાની સાથે સાથે કૃષ્ણ જન્મોત્સવની પણ ઉજવણી થશે. શહેરના જાણીતાં શિવ મંદિરો જેવા કે ચકુડિયા મહાદેવ મંદિર અને કામેશ્વર મહાદેવ મંદિર, ગાંધીનગર ખાતે આવેલા બાબા અમરનાથ મંદિરમાં તેમ જ મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરમાં વિશેષ ઉજવણીના કાર્યક્રમ રખાયા છે. શહેરના કામેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન રોજ વહેલી સવારે ખોલવામાં આવશે. મંદિરમાં રોજ મહાભિષેક કરાશે. જ્યારે ચકુડિયા મહાદેવમાં રોજ રાતે લઘુરુદ્ર પાઠ કરાશે.

 101 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી