PSI-LRD ભરતી : અત્યાર સુધીમાં 1.25 લાખ જેટલી અરજીઓ મળી..

ઉમેદવારોને અંતિમ તારીખ સુધી રાહ ન જોવા અપીલ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલના પદ માટે બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ કુલ 10,459 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 9 નવેમ્બર 2021 રાખવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો OJAS ની સતાવાર વેબસાઈટ મુજબ ojas.gujarat.gov.in પર જઈને અરજી કરી શકે છે.

PSI-LRD ભરતીનો મામલે અરજીની શરૂઆત થતાં જ ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે મોટા પાયે અરજીઑ કરી રહ્યા છે સરકારી આકડા પ્રમાણે અત્યાર સુધી 1.25 લાખ જેટલી અરજીઓ મળી ચૂકી છે. મહત્વનું છે કે 9 નવેમ્બર સુધી ઓજસ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકાશે ત્યારે ઉમેદવારોને અંતિમ તારીખ સુધી રાહ ન જોવા ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા અપીલ કરવામાં આવી છે.

ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે આ અંગે માહિતી આપી છે. ઉમેદવાર OJAS વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે. LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. જેમાં 8476 પુરૂષ અને 1983 મહિલા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી