સાબરકાંઠા: ભિલોડા મુકામે મરઘાના વેપારી પાસે રૂ. ૧.૩૦ લાખની લુંટ

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા પહાડા-ટોરડા ગામની વચ્ચે મરઘાના વેપારીને આંતરીને ૧.૩૦ લાખની લુંટ કરી લુટારુ ફરાર થયાની ઘટના બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોડાસા ખાતે રહેતા અને ભિલોડા વિજયનગર બાજુ મરઘાનો વેપાર કરતા વેપારીની અજાણ્યા ઈસમો દ્વારા રેકી કરીને લુટ કરવામાં આવી છે.

વેપારી દ્વારા આજે સવારે મોડાસાથી પોતાના ડાલામાં મરઘા ભરીને ભિલોડા ખાતે વેપાર કરવા અર્થે નીકળ્યા હતા. ટોરડા થી પહાડા જતા માર્ગમાં અજાણ્યા બાઈક સવાર ઈસમોએ તેમને આંતરીને તેમની પાસે રહેલી રોકડ રકમ ૧.૩૦ લાખ લુંટીને ચિઠોડા તરફના રસ્તા પર બંને બાઈક સવાર ભાગી છૂટ્યા હતા.

જે અંગે વેપારી દ્વારા ભિલોડા પોલીસ મથકે ફરિયાદ નોધવામાં આવી છે. આ અંગે પોલીસે પણ આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે.

 14 ,  1