ચીન: 1.46 લાખ લોકોનું સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર કરાયું, 33ના મોત

ચીનના પૂર્વ દરિયાઈ વિસ્તાર પર આવેલા ચક્રવાતી વાવાઝોડા લેકિમાના કારણે 65 લાખ લોકો પ્રભાવિત થયા છે. જ્યારે 1.46 લાખ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણએ રવિવારે રાત સુધીમાં 33 લોકોના મોત થયા છે જ્યારે 16 લોકો ગુમ થયા છે. ચીનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વાવાઝોડાની સૌથી વધારે અસર શાંઘાઈ સહિત ઝેજિયાંગ, જિયાંગ્સુ, આન્હુઈ, શેન્ડોંગ અને ફુઝિયાનમાં થઈ છે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાના કારણે 35 હજાર ઘરોને નુકસાન થયું છે, જ્યારે 3500 મકાન ઘરાશાયી થયા છે. 2 લાખ 65,500 હેક્ટર જમીનનો પાક બરબાદ થઈ ગયો છે. ડિઝાસ્ટર અને નાણામંત્રાલયે 30 કરોડની આર્થિક સહાય જાહેર કરી છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી