ગોંડલ : ‘આગળ મર્ડર થયુ છે, પોલીસ ચેકીંગ ચાલુ છે..’ તેમ કહી મહિલાના પર્સમાંથી એક લાખના દાગીના લઇ બદમાશો ફરાર

 મહિલાના પર્સમાંથી 1.05 લાખના દાગીના સેરવીને બદમાશો રફુચક્કર 

દિવાળીનો સમય હોવાથી બજારોમાં ખરીદી માટે ભીડ જામી છે, ત્યારે લૂંટારુઓ પણ ભીડનો લાભ લેવા માટે મેદાનમાં આવી ગયા છે. ગોંડલમાં મહિલાના પર્સમાંથી 1 લાખના દાગીના સેરવી બદમાશો રફુચક્કર થઈ ગયા હતા. ‘આગળ મર્ડર થયુ છે, પોલીસ ચેકીંગ ચાલુ છે’ તેમ કહી ચાર યુવકોએ મહિલાના પર્સમાંથી 1.05 લાખના દાગીના લઇ ભાગી ફરાર થઇ ગયા હતા. આ અંગે મહિલાએ પોલીસે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી છે.

ગોંડલના પોશ ગણાતા વિસ્તાર કૈલાશ બાગ પાસેથી પસાર થતી મહિલાને આગળ ખૂન થયું છે કહી ચાર શખ્સો પૈકી બે શખ્સએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી એક લાખની કિંમતની સોનાની બંગડી સેરવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ચાર ગઠીયા પૈકી બાઇક પર ભાગેલા બે શખ્સના સીસીટીવી ફુટેજ મળી આવતા શોધખોળ હાથ ધરી છે.ગોંડલના કૈલાશબાગ શેરી નંબર ૧માં રહેતા ફરિદાબેન અબ્દુલભાઇ ભારમલ નામની મહિલા પોતાના પાંચ વર્ષના પૌત્ર સાથે બજારમાં ખરીદી કરવા જઇ રહ્યા હતા ત્યારે તેમના મકાન નજીક જ ઉભેલા બે હિન્દી ભાષી શખ્સોએ ફરીદાબેનને અટકાવી આગળ ખૂન થયાનું કહ્યું હતુ.

તે દરમિયાન બાઇક પર અન્ય બે હિન્દી ભાષી શખ્સો ત્યાં આવીને ઉભા રહ્યા હતા અને આગળ ખૂન થયું છે, અને તમે સોનાના ઘરેણા પહેરીને ત્યાં જઇ રહ્યા છો, કહી સોનાની બંગડી અને સોનાની વીંટી પર્સમાં મુકી દેવાનું કહી સોનાના ઘરેણા ઉતરાવ્યા બાદ ફરીદાબેનની નજર ચુકવી બે ગઠીયા ‚ રૂ.૧ લાખની કિંમતની સોનાની બંગડી અને સોનાની વીટીં સેરવી લીધાની ફરિયાદમાં જણાવ્યું છે.પોલીસે ફરીદાબેનની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે ઠગાઇનો ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ હાથ ધરી છે.

 60 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર