મહેમદાવાદ: સિદ્ધિવિનાયક મંદિરથી નીકળશે ભવ્ય રથયાત્રા, રૂટ પર 1 લાખ સાડી પથરાશે

ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાની ભક્તજનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ભગવાન નગરચર્યાએ નીકળે ત્યારે તેમને વધાવવા લોકોની ભીડ ઉમટી પડે છે. એકબાજુ જ્યાં અમદાવાદના જગન્નાથજી મંદિરમાં જોરશોરથી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે ત્યાં બીજી બાજુ મહેમદાવાદમાં આવેલ પ્રસિદ્ધ એવા સિદ્ધિવિનાયક મંદિરથી પણ રથયાત્રાનું ભવ્ય આયોજન થનાર છે. 72થી વધુ ગામડાં આ રથયાત્રામાં ભાગ લેશે. રથયાત્રાની સાથે માતાજી પણ નગરચર્યા માટે નીકળવાના હોવાથી રથયાત્રાના રૂટ પર 1 લાખ સાડી પાથરવામાં આવશે. આ 1 લાખ સાડીઓ જેતપુરથી મંગાવવામાં આવી છે. જે રથયાત્રાની પૂર્ણાહુતિ પછી મંદિરમાં દર્શને આવનારા નવદંપતીને દાન કરવામાં આવશે. 

ભંડારો, આદિવાસી નૃત્ય જેવા આયોજન

રથયાત્રાના દિવસે 5 હજારથી વધુ શ્રદ્ધાળુ માટે ભંડારો પણ યોજાશે. ટ્રસ્ટી નરેન્દ્ર પુરોહિતના જણાવ્યા આનુસાર આ યાત્રામાં પ્રસાદ તરીકે 1200 કિલો જાંબુ- અને મગનું વિતરણ કરાશે. યાત્રામાં 50થી વધુ રથ પણ જોડાશે.  આ ઉપરાંત સિદ્ધિવિનાયક મંદિર ખાતે આદિવાસી નૃત્યનું આયોજન કરવામાં આવશે.  આ નૃત્ય માટે ડાંગ વિસ્તારના આશરે 150 લોકો સિદ્ધિ વિનાયક મંદિર ખાતે આવશે.તેમ જ 25થી વધુ ભજન મંડળીઓ આ રથ યાત્રામાં જોડાશે. મંદિર ટ્રસ્ટ દ્વારા જે રથને સારી રીતે શણગાર કરવામાં આવ્યો હશે તેને ઇનામ આપવામાં આવશે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી