મોરબીમાં કામધેનુ પાર્ટી પ્લોટ પાસે દિવાલ પડતાં 8 લોકોનાં મોત

મોરબીમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.મોરબી શહેરમાં કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ઝૂંપડા પર દિવાલ પડતાં એક મહિલા સહિત 8 મજૂરોનાં મોત થયા છે. જેને પગલે કલેક્ટર અને SP ઘટનાસ્થળે પહોંચ્યા છે.

મધ્યપ્રદેશના રહેવાસી એવા આ તમામ મૃતકોમાં કાળીબેન બલુભાઈ(ઉ. 18, મધ્યપ્રદેશ), કવિલા બિદેશ ડામોર (ઉ.વ. 19, એમ.પી.), આશા પૂનમ આંબલિયા (ઉ.વ. 15, એમ.પી.), બિદેશભાઈ મિલીભુડા (ઉ.વ.20, એમ.પી.), કસ્માબેન સેતુભાઈ (ઉ.વ.30, એમ.પી.), લલિતાબેન ચંદુભાઈ (ઉ.વ.16,એમ.પી.), અકલેશભાઈ સોનુભાઈ (ઉ.વ. 14, એમ.પી.) તેજલબેન સોનુભાઈ (ઉ.વ.13, એમ.પી.)નો સમાવેશ થાય છે.

આ દુર્ઘટના મામલે મોરબીના એડી. કલેકટર કેતન જોષીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં 8 લોકોના મૃત્યુ થયા છે, આ સ્થળની બાજુમાં દિવાલના ટેકે ઝૂંપડાઓમાં મજૂર પરિવારો રહેતા હતાં. આ ઝૂંપડાઓ પર દિવાલ તૂટી પડતા મજૂરો દટાયા હતા. જેમાંથી 9ને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે મોરબીમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. મોરબી જિલ્લા ક્લેક્ટર દ્વારા તાકીદે બોલાવવામાં આવી હતી, જેમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા તથા NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવાથી લઇને શાળા-કોલેજોમાં રજા જાહેર કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી