ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 10 લોકોનાં મોત-25 ઘાયલ

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. આટલું જ નહીં 25થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના મુરાદાબાદ-આગ્રા હાઇવે પર બની હોવાનું કહેવાય છે. અત્યાર સુધીની માહિતી અનુસાર આ અકસ્માત ધુમ્મસના કારણે થયો છે. કુંદરકી વિસ્તારમાં હુસૈનપુર પુલ ઉપર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે અને 25 થી વધુ લોકો ઘાયલ થયા છે.

 53 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર