ધૈર્યરાજ રાહત ફંડમાં સરકારે આપ્યા 10 લાખ – 10 કરોડ ભેગા થયા

ધૈર્યરાજ સિંહ રાઠોડ માટે અત્યાર સુધી 10 કરોડ રૂપિયા એકત્રીત થયા

રાજ્ય સરકારે 10 લાખ રૂપિયાની સહાય મંજૂર કરી 

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો 3 મહિનાનો ધૈર્યરાજસિંહ જન્મજાત SSM-1થી પીડાય છે. જેના ઇલાજ માટે રૂ.16 કરોડની જરૂર હોય જેથી તેના માતા-પિતાની અપીલ બાદ સમગ્ર દેશમાંથી ધૈર્યરાજ સિંહને આર્થિક મદદ માટે ફંડ ભેગું થઇ રહ્યું છે. ત્યારે હવે રાજ્ય સરકારે પણ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.10 લાખની સહાયની જાહેર કરી છે. અત્યાર સુધીમાં ધૈર્યરાજ માટે દેશભરમાંથી રૂ.10 કરોડ એકત્રિત થયા છે.

ઉલ્લેખનીય છે કે આ બાળક અત્યંત ગંભીર બિમારીથી પીડાઈ રહ્યો છે. અને તેના માટે એક ઈન્જેક્શનની કિમત અંદાજીત 16 કરોડ રૂપિયા છે. ત્યારે રાજ્ય સરકારે ગંભીર બિમારીથી પીડાતા ધૈર્યરાજ સિંહ માટે સરકારે 10 લાખ રૂપિયાની સહાય મંજૂર કરી છે. બાળકને જે બીમાંરી છે તે બીમારી માટે 22 કરોડ રૂપિયાની જરૂર હોય સમગ્ર દેશ તેની મદદ કરી રહ્યો છે.

ધૈર્યરાજસિંહ રાઠોડને SMA -1 એટલે કે સ્પાઈનલ મસ્કુલર એટ્રોફી નામની બીમારી છે.આ બીમારીમાં અલગ અલગ 1,2,અને 3 એમ કુલ ત્રણ સ્ટેજ હોય છે. જેમાં ધૈર્યરાજસિંહ રાઠોડને એસ.એમ. એ -1 આ બીમારી એક પ્રકારની સ્નાયુની બીમારી છે. જે કેન્સરથી પણ વધુ ભયંકર છે. આ બીમારી મોટાભાગે બાળકોમાં જોવા મળે છે. આ એક જટિલ,ગંભીર અને દુર્લભ બીમારી છે.. જેની સારવાર પણ ખુબ મોંઘી છે.

આ બીમારી શરીરમાં SMN-1ની ઉણપથી થાય છે. આ એક જિનેટિક રોગ છે. આ બીમારીને લીધે છાતીના સ્નાયુઓ નબળા થવા લાગે છે.,આની સાથે જ શ્વાસ લેવામાં પણ ખુબ તકલિફ પડે છે,બાળક જાતે હલનચલન પણ કરી શકતું નથી, ઉપરાંત દૂધ કે પાણી પણ પી શકતું નથી. આ બીમારી બાળકના ચેતાતંત્ર પર વ્યાપક અસર કરે છે.તકલિફમાં વધારો થવાંની સાથે જ દર્દીનું મોત પણ થઈ જાય છે.

 78 ,  1