5 દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા, જુઓ માર્કેટની હલચલ

બજેટ પહેલા સતત તૂટી રહ્યું છે બજાર, રોકાણકારોને અમંગળના સંકેત

જેમ જેમ સામાન્ય બજેટની તારીખ નજીક આવી રહી છે. શેર બજાર પોતાની ઉંચાઇઓથી ઉંધા માથે પટકાયું છે. આજે સતત પાંચમો દિવસ છે જ્યારે બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 535.57 પોઈન્ટ તૂટીને 46,874.36 પર બંધ રહ્યો છે. 2021માં પ્રથમ વખત ઈન્ડેક્સ 47 હજારના સ્તરની નીચે બંધ રહ્યો છે. આ પહેલા 24 ડિસેમ્બરે સેન્સેક્સ 46,539 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 149.95 પોઈન્ટ તૂટીને 13,817.55ની સપાટીએ બંધ રહ્યો છે.

ફક્ત 5 દિવસમાં જ BSE પર રોકાણકારોના 10 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઇ ચૂક્યા છે. જ્યારે થોડા દિવસ બાદ જ 1 તારીખના રોજ દેશનું બજેટ રજૂ થવાનું છે. સેંસેક્સએ 21 જાન્યુઆરીના રોજ 50,184નું લાઇફ ટાઇમ એટલે કે ઉચ્ચતમ સ્તરનો અડક્યો હતો, તે ઉંચાઇથી સેંસેક્સ 3300 પોઇન્ટ નીચે સરકી ચૂક્યો છે. જ્યાં સુધી નિફ્ટી નિફ્ટી ની વાત છે, નિફ્ટી પણ પોતાના ઉચ્ચતમ સ્તર 14753 થી લગભગ 936 પોઇન્ટ નીચે છે. 

નિફ્ટીએ આજે 13700 ઇંડ્રા ડે લો રહ્યો, પરંતુ બજાર બંધ થતાં થતાં તેમાં રિકવરી જોવા મળી. અંતે નિફ્ટી 150 પોઇન્ટ તૂટીને 13818 પર બંધ થયો છે. સેંસેક્સમાં અંતિમ કલાકમાં પણ રિકવરી પરત ફરી અને 536 પોઇન્ટ તૂટીને 46,874 પર બંધ થયો. સેક્ટોરલ ઇંડેક્સની વાત કરીએ તો બેંક નિફ્ટીએ કમાલની રિકવરી કરી છે. જેના લીધે બજાર આખરે થોડું સ્થિર થતાંની સાથે બંધ થયું છે.

ઑટો, ફાઈનાન્સ સર્વિસ, પીએસયુ બેન્ક, મેટલ, રિયલ્ટી, આઈટી, ફાર્મા અને એફએમસીજી શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું, જ્યારે પ્રાઈવેટ બેન્ક શેરોમાં મજબૂતી રહી હતી. સેન્સેક્સમાં હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં સૌથી વધુ 3.65% ઘટાડો થયો છે. મારુતિ, એચડીએફસી બેન્ક, પાવર ગ્રીડ અને ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં 3% ઘટાડો થયો છે. બીજી તરફ એક્સિસ બેંકના શેરમાં 6.16%નો વધારો થયો છે.

બજેટ આડે માંડ ચાર દિવસ બાકી છે ત્યારે શેર બજાર પીછેહઠ કરી રહ્યું  છે. 50 હજારને સ્પર્શી ગયેલો સેન્સેક્સ સ્થિર રહી શક્યો નહોતો અને સતત પીછેહઠ કરી રહેતો જોઇને એવી ચર્ચાઓ શરૂ થઇ છે કે બજેટના બાકીના દિવસોમાં વધુ ગાબડાં જોવા મળી શકે છે. કોઇએ નહીં કલપ્યું હોય એવું બજેટ આપવાની વાત કહીને પરિવર્તનના સંકેત આપનાર નાણાપ્રધાન એવા પગલાં લઇ રહ્યા છે કે જેથી શેર બજારમાં રોકાણ કરનારા પર સરકારની ખાસ નજર  રહી શકે છે. 21 જાન્યુઆરીએ સેન્સેક્સ 50,000ને વટાવ્યા બાદ અત્યાર સુધીમાં 2200 પોઇન્ટ તૂટયો છે. કહે છે કે નાણાપ્રધાન શેર બજારમાં રોકાણકારો પર નજર રાખવા કોઇ નવી ફોર્મૂલા લાવવા માંગે છે. 

 26 ,  1