વાલીઓ સાવધાન-મોબાઇલની લત બાળકોને ધીમા મોત તરફ લઇ જઈ રહી છે..

બાળકો માટે મોબાઇલ ફોનની લત ડ્રગ્સ કરતા પણ વધારે ખતરનાક છે. તેનાથી માત્ર મગજને જ અસર નથી થતી પણ તેનાથી બાળકોની આંખો પણ ઝડપથી નબળી પડી રહી છે. રાજ્યના વિવિધ આઇ સ્પેશ્યાલિસ્ટ પાસેથી મળેલા આંકડા અને માહિતી મુજબ તેમની પાસે આવેલા દર્દીઓમાંથી મોબાઇલ ફોનની સ્ક્રીન સામે સતત જોવાથી રાજ્યના 30 ટકા લોકોની આંખો સૂકાઈ ગઈ છે. અને મોબાઈલની આ લત બાળકોને ધીમા મોત તરફ લઇ જઈ રહી છે.

સૌથી વધુ અસર 1થી 16 વર્ષના બાળકોને થઈ રહી છે. અંદાજે 18 ટકા બાળકોની આંખોનું વિઝન ઝડપથી ઓછું થઈ રહ્યું છે. સતત સ્ક્રીન સામે જોયા કરનાર 10 ટકા બાળકોની આંખોની કીકી ત્રાંસી થઈ ગઇ હતી. અમદાવાદનાં સિનિયર આઇ સ્પેશ્યાલિસ્ટ અને સિવિલ હૉસ્પિટલના આંખોના વિભાગના ભૂતપૂર્વ ડાયરેક્ટર ડૉ.કામિની ઔદીચ્ય જણાવે છે કે ચાર વર્ષમાં મોબાઇલ ફોનના લીધે આંખોની વિવિધ પ્રકારની સમસ્યાઓ ધરાવતા દર્દીઓમાં
વધારો થયો છે.

ડૉ.કામિનીબેને પોતાના ક્લિનીકના ઇન-હાઉસ સર્વેના તારણોના આધારે જણાવ્યું હતું કે ડ્રાઇ આઇની ફરિયાદ ધરાવતા 80થી 85 ટકા દર્દીઓ દિવસમાં ચાર કલાક કરતા વધુ સમય મોબાઇલ ફોન, કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ અથવા ટીવી સ્ક્રીન સામે ગાળતા હતા.મુંબઈ સ્થિત લીલાવતી હૉસ્પિટલ દ્વારા કરવામાં આવેલા સર્વેના તારણો મુજબ મોબાઇલ ફોનના અતિરેકના કારણે દેશમાં 50 ટકા બાળકો અને કિશોરો કરોડરજ્જુની સમસ્યાથી પીડાય છે.

જ્યારે પ્યૂ રિસર્ચ સેન્ટરના એક અહેવાલ અનુસાર સ્માર્ટ ફોનનો ઉપયોગ કરનારા લોકો દિવસમાં સરેરાશ 150 વખત ફોન જુએ છે, કારણ કે તેઓ પોતાની જાતને ફોનથી અલગ કરી શકતા નથી. આ જ કારણોસર મોબાઇલથી ટેવાયેલા બાળકો જલદી હિંસક બની જાય છે.

ગ્રેટર નોઇડામાં 16 વર્ષના એક કિશોરે પોતાની માતા અને બહેનની હત્યા કરી નાખી હતી. કારણ કે કિશોર મોબાઇલમાં હિંસક ગેમ્સ રમ્યા કરતો હતો જેનો તેની બહેન વારંવાર વિરોધ કરતી હતી.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી