September 25, 2022
September 25, 2022

J&K: આતંકીઓની વધુ એક ક્રૂરતા, માસૂમ બાળકની કરી દીધી હત્યા

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ચોવીસ કલાકથી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. ચાર અલગ-અલગ જગ્યાઓ પર સર્જાયેલી અથડામણમાં સેનાએ સાત આતંકીઓને ઠાર માર્યા. શુક્રવારે બાંદીપોરા જિલ્લામાં સેનાએ લશ્કરે-તૌયબાના બે આતંકીઓને મોત ઘાટ ઉતારી દીધા હતા. આ દરમિયના શોપિયામાં પણ સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા.

બાંદીપોરાના હાજિન વિસ્તારમાં અથડામણમાં 10 વર્ષના એક બાળકનુ પણ મોત થયુ છે. કહેવાય છે કે આતંકીઓએ તેને બંધક બનાવ્યો હતો. માસૂમને બચાવવા સ્થાનિક લોકો તેમજ તેના માતા-પિતા ગુહાર લગાવી રહ્યા હતા. પરંતું બેરહેમી આતંકીઓએ દયા રાખ્યા વગર માસૂમને મોતને હવાલે કરી દીધો. માસૂમ બાળકની આતંકીઓએ નિર્દયતાથી હત્યા કરી દીધી.

 102 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી