ભૂમિના 10 વર્ષ વીતી ગયા છતાંય હજુ માતા-પિતાની કોઇ જ ખબર નહીં…

મણીનગર રેલવે યાર્ડમાં ટ્રેનના કોચમાંથી આઠ મહિનાની બાળકી મળી આવી હતી

આજે ભૂમિ દસ વર્ષની થઇ ગઇ હશે જેને એક એવા દંપતિને સંતાન સુખ આપ્યુ છે કે જે ક્યારે માતા પિતા બની નહી શકે. વાત છે વર્ષ 2011માં જ્યારે મણીનગર રેલવે યાર્ડમાં રહેલા ટ્રેનના ડબ્બામાં એક બાળકના રડવાનો અવાજ આવતો હતો ત્યારે યાર્ડમાં કામ કરતા કર્મચારીઓએ એક આઠેક મહિનાની બાળકી મળી હતી જેનું નામ લોકોએ ભુમિ પાડ્યુ હતું. આજે ભુમિ દુનિયાના કોઇપણ ખુણે ખુશ છે પરંતુ તેના જન્મ દેનાર માતા પિતા કોણ છે તે રહસ હજુ સુધી ઉકેલી શકાયુ નથી.

હાઇટેક યુગમાં આજે સોશિયલ મિડીયા એટલુ બધુ ફાસ્ટ છેકે કોઇપણ મુદ્દો વાયરલ કરવો હોય તો સોશિયલ મિડીયા સૌથી મોટું પ્લેટફોર્મ છે. ગાંધીનગરના પેથાપુર ખાતે મળી આવેલા બિનવારસી બાળકના કેસમાં પણ પોલીસ, મિડીયા તેમજ સોશિયલ મિડીયાએ મહત્વની ભુમિકા ભજવી છે અને માત્ર વીસ કલાકમાં બાળકના માતા પિતા કોણ છે અને તેને ત્યાજી દેવા પાછળનું રહસ્ય શું છે તે શોધી કાઢવામાં આવ્યુ છે.

ગાંધીનગરના પેથાપુરમાં મળી આવેલા બાળકનું નામ લોકોએ સ્મીત રાખ્યુ હતું પરંતુ તેનું સાચુ નામ શિવાંશ છે અને તેના માતા પિતા સુધી પોલીસ આખરે પહોચી ગઇ છે. શિવાંશના માતાનું નામ મહેંદી ઉર્ફે હિના પેથાણી અને પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનું ખૂલ્યુ છે. સચિન અને મહેંદીના બે વર્ષના રંગરેલિયા બાદ શિવાંશનો જન્મ થયો હતો અને ત્યારબાદ સચિને મહેંદીની હત્યા કરીને શિવાંશને તરછોડી દીધો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ હતું. આ પ્રણય ત્રિકોણમાં 2 પરિવાર ખેદાનમેદાન થઇ ચુક્યા છે. મહેંદીનું મોત થતા શિવાંશ માતા વગરનો થયો છે અને પિતા સચિનને જેલમાં જવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ સચિનનો પોતાનો પુત્ર અને પત્ની ઉપરાંત પરિવાર પણ નોધારા બની ચુક્યા છે.

શિવાંશને ત્યાજી દેવાથી લઇને તેની માતા સુધી થયેલી હત્યાના ચકચારી કિસ્સામાં પોલીસને સફળતા મળી છે પરંતુ આજથી દસ વર્ષ પહેલા મણીનગર રેલવે યાર્ડમાં ઉભેલી એક ટ્રેનના કોચમાં મળી આવેલી સાતથી આઠ મહિનાની બાળકીના કેસમાં પોલીસને હજુ સુધી સફળતા મળી નથી.

આ સિવાય પણ હજારો બાળકો એવા છે જેમના જન્મ દેતાની સાથેજ ત્યજી દેવામાં આવે છે તેમના પણ માતા પિતાને પોલીસ શોધી શકતી નથી. રેલવે યાર્ડમાં મળી આવેલી બાળકીનું નામ લોકોએ ભૂમિ રાખ્યુ હતું. ભુમિનો દેખાવ એવો હતો કે દુશ્મન પણ પોતાની દુશ્મનાવટ ભુલી જાય અને હસવા લાગે. પરી જેવી લાગતી આ માસુમ બાળકીના માતા પિતાને શોધવા માટે પોલીસ અને મિડીયાએ રાતદિવસ એક કરી પરંતુ હજું સુધી તેની કોઇ ભાળ મળી નથી.

કાલુપુર રેલવે પોલીસના પુર્વ પીઆઇ અને હાલ રેલવે પોલીસના ડીવાયએસપી પી.પી.પીરોજીયાએ જણાવ્યુ છેકે જે તે સમયે રેલવે યાર્ડથી એક બાળકી મળી હતી જેનું નામ ભુમિ પાડવામાં આવ્યુ હતું. ભુમિ હેલ્થી હતી જેનું મેડીકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યુ હતું અને બાદમાં તેને અનાથ આશ્રમમાં મુકવામાં આવી હતી. જેતે સમયે મુંબઇ સહિતના અલગ અલગ રાજ્યો માંથી ભુમિ પોતાનું બાળક કરતા હોવાનો અનેક લોકોએ દાવો કર્યો હતો જેમાં તમામના ડીએનએ ટેસ્ટ કરાવ્યા હતા જોકે તમામના ટેસ્ટ નેગેટીવ આવ્યા હતા. લાંબી તપાસ બાદ ભુમિના માતા પિતા મળી આવ્યા નથી અને ત્યારબાદ તેમે એક નિસંતાન દંપતિએ એડોપ્ટ પણ કરી લીધી હતી.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી