રાજ્યની સ્કૂલમાં 100 કલાક વધુ શિક્ષણ અપાશે

કોરોનામાં બગડેલો અભ્યાસ રિકવર કરવા સરકારનો નિર્ણય

ગુજરાત સહિત સમગ્ર વિશ્વને કોરોનાએ ભરડામાં લીધુ હતું જેના પગલે દેશ અને રાજ્યમાં રોજગાર ધંધાથી માંડીને કોરોનાએ બાળકોને પણ બાનમાં લીધા છે. કોરોનાના કારણે લગભગ દોઢ વર્ષથી વધુ સમય સુધીનું શિક્ષણ અસ્તવ્યસ્ત રહ્યું છે એમ કહીએ તો કંઈ ખોટું નથી. તો આવા સમયે ગુજરાતની સ્કૂલમાં 100 કલાક સુધી વધુ શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે કોરોનામાં સ્કૂલો બંધ રહી હતી. તો ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓએ લીધું હતું. જેમાં 1થી 12માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડ્યો હતો. આ નુકસાનની ભરપાઈ થાય અને બાળકોને યોગ્ય શિક્ષણ મળે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે 100 કલાકનો સમયદાન શૈક્ષણિક યજ્ઞા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

આ નિર્ણય અનુસાર આગામી એપ્રિલ મહિના સુધી વધુ શિક્ષણ આપવામાં આવશે. કોરોનામાં બગડેલો અભ્યાસ રિકવર કરવા સરકારનો નિર્ણય સામે આવ્યો છે. તો સ્કૂલમાં વધુ શિક્ષણ આપવાથી સરકારે કોર્સ નહીં ઘટાડવો પડે એવી વાત પણ હાલ કરવામાં આવી રહી છે. ત્યારે એપ્રિલ સુધી શિક્ષકો નિયત સમય કરતા વધુ સમય વિદ્યાર્થીઓને ભણાવશે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી