100 કરોડની વસૂલીના આરોપને રેલો આખરે દેશમુખ સુધી પહોંચી ગયો..

સીબીઆઇએ પૂર્વ ગૃહમંત્રી સામે કેસ નેંધ્યો, ધરપકડની શક્યતા

100 કરોડની વસૂલીના આક્ષેપસર આખરે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ, હાઇકોર્ટની સુચનાથી મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરૂદ્ધ એફઆઈઆર નોંધી છે. દેશમુખ ઉપરાંત અન્ય કેટલાક અજ્ઞાત લોકો વિરૂદ્ધ મુંબઇના પૂર્વ સીપી પરમવીર સિંહના આરોપોને લઈ કેસ નોંધવામાં આવ્યો છે. સીબીઆઈએ અનેક સ્થળે તપાસ પણ શરૂ કરી દીધી છે અને સીબીઆઈ જ્યાં તપાસ કરી રહી છે તેમાં દેશમુખના આવાસનો પણ સમાવેશ થાય છે.

ચકચારી એન્ટોલિયા બોંબ કાંડમાં આવેલા વળાંકોમાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહના આરોપો બાદ અનિલ દેશમુખે રાજીનામુ આપવું પડ્યું હતું. પરમવીર સિંહે એક ચિઠ્ઠી લખીને અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસૂલીનો આરોપ લગાવ્યો હતો. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ઉદ્દેશીને લખેલી ચિઠ્ઠીમાં પરમવીર સિંહે આરોપ લગાવ્યો હતો કે, અનિલ દેશમુખ પોતાના નિવાસસ્થાને સચિન વાજે સાથે મુલાકાત યોજતા હતા. સાથે જ તેમણે દર મહિને મુંબઈમાંથી 100 કરોડ રૂપિયા વસૂલી ઉઘરાવવાની વાત કરી હતી.

પરમવીર સિંહે આ મામલે હાઈકોર્ટના બારણે ટકોરા માર્યા હતા. ત્યાર બાદ હાઈકોર્ટે પરમવીરના આરોપોની તપાસનો દોર સીબીઆઈને સોંપ્યો હતો. કોર્ટે સીબીઆઈ 15 દિવસમાં રિપોર્ટ આપે ત્યાર બાદ અનિલ દેશમુખ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાશે કે નહીં તે નક્કી કરવામાં આવશે તેમ કહ્યું હતું.

પરમવીર સિંહની ચિઠ્ઠી બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ મચ્યો હતો અને અનિલ દેશમુખ વિપક્ષના નિશાન પર આવી ગયા હતા. શરૂઆતમાં એનસીપી પ્રમુખ શરદ પવારે દેશમુખનો બચાવ કર્યો હતો અને તેમના રાજીનામાનો ઈનકાર કર્યો હતો. તેમણે દેશમુખ પર લાગેલા આરોપોને રાજકારણથી પ્રેરિત ગણાવ્યા હતા. જો કે, વિવાદ વકર્યો ત્યાર બાદ દેશમુખે રાજીનામુ આપવું પડ્યું હતું.

 19 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર