September 19, 2021
September 19, 2021

Independence Day : વડાપ્રધાને ખેલાડીઓ માટે તાળી વગાડીને કહ્યું – દેશને ગૌરવ અપાવનારા યુવાનોનું સન્માન

PM મોદીએ ત્રિરંગો લહેરાવીને દેશવાસીઓને આપી શુભકામનાઓ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8મી વખત ત્રિરંગો લહેરાવીને પીએમ મોદીએ દેશવાસીઓને આપી શુભકામનાઓ, કહ્યું દેશને આગળ વધારનારાને અભિનંદન.

આજે દેશ સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે અને આઝાદીના જશ્નમાં ડૂબી ગયો છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને દેશને સંબોધિત કરી રહ્યાં છે. આજનો દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે લાલ કિલ્લા પર પ્રથમવાર પુષ્પવર્ષા કરવામાં આવી. સાથે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠને આઝાદીનો અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યો છે.

મોદીએ કહ્યું, આ આયોજનમાં ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનારી યુવા પેઢી એથલેટ્સ અને આપણા ખેલાડીઓ હાજર છે. હું દેશવાસીઓને અને હિન્દુસ્તાનના ખૂણે ખૂણે રહેલા લોકોને કહેવા માગું છું કે આપણા ખેલાડીઓના સન્માનમાં થોડીવાર તાળીઓ વગાડીને તેમનું સન્માન કરે.

ભારતીય રમતોનું સન્માન, ભારતની યુવા પેઢીનું સન્માન, ભારતને ગૌરવ અપાવનારા યુવાનોનું સન્માન, કરોડો દેશવાસીઓ આજે તાળીઓના ગડગડાટ સાથે દેશના જવાનોનું, યુવા પેઢીનું સન્માન કરી રહ્યા છે. એથલેટ્સ પર ખાસ કરીને આપણે એ ગર્વ કરી શકીએ છીએ કે તેમણે દિલ જ જીત્યા નથી, તેમણે આવનારી પેઢીઓને ભારતની યુવા પેઢીને પ્રેરિત કરવાનું ખૂબ મોટું કામ કર્યુ છે.’

મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદી ભારતની આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરવા માટે માર્ચ 2021માં અમદાવાદના સાબરમતી આશ્રમથી આઝાદીનો અમૃત મહોત્વસ કાર્યક્રમની શરૂઆત કરી હતી, જે 15 ઓગસ્ટ 2023 સુધી જારી રહેશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સુરક્ષાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે.

પ્રધાનમંત્રી પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર ફૂલ ચઢાવ્યા અને પછી લાલ કિલ્લા પર પહોંચ્યા હતા. પીએમ મોદીએ લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યુ અને દેશને સંબોધિત કરી રહ્યાં છે. 

પીએમ મોદી બોલ્યા- ગરીબોને પોષણયુક્ત ચોખા આપવામાં આવશે. રાશનની દુકાન કે ગમે ત્યાં 2024 સુધી દરેક યોજનામાં મળનાર ચોખા પોષણયુક્ત (ફોર્ટિફાઈ) હશે. 

પહેલા સરકારે 100 ટકા ઘરોમાં શૈચાલયોના નિર્માણનું લક્ષ્ય રાખ્યું હતું. આગામી લક્ષ્યોને થોડા વર્ષોમાં પૂરા કરવાના છે. હવે દરેક ઘરમાં જળ મિશન માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. માત્ર બે વર્ષમાં સાડા ચાર કરોડથી વધુ પરિવારને નળથી પાણી મળવાનું શરૂ થઈ ચુક્યું છે. 

અમૃત મહોત્સવનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યુ કે, તે ગૌરવ કાળની તરફ લઈ જશે. પીએમ મોદી બોલ્યા- અમૃતકાળ 25 વર્ષનો છે. પરંતુ આટલી લાંબી રાહ જોવાની નથી. અત્યારથી લાગી જવાનું છે. આ સમય છે. યોગ્ય સમય છે. આપણે ખુદને બદલવા પડશે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને હવે સબકા પ્રયાસ, લક્ષ્યોની પ્રાપ્તિ માટે ખુબ જરૂરી છે. 

 51 ,  1