September 19, 2021
September 19, 2021

ખુશીનો માહોલ માતમમાં છવાયો! એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા : બે મહિલાઓના મળ્યા મૃતદેહ

મહુવાના કુમકોતર ખાતે સર્જાઇ દુર્ઘટના, ચાર મહિલા સહિત પાંચ પાણીમાં ગરકાવ

મોત પહેલા પરિવારની આખરી તસવીર

સુરતના મહુવા પાસે અંબિકા નદીમાં નહાવા પડેલા એક જ પરિવારના ચાર મહિલા સહિત પાંચ લોકો ડૂબ્યા હતા. જેમાં બે મહિલાઓ સાસુ-વહુનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે.

મહુવા તાલુકાના કુમકોતર ગામની સીમમાં આવેલા જોરાવરપીરની દરગાહ આગળ આવેલી અંબિકા નદીમાં સુરતના એક જ પરિવારના પાંચ સભ્યો ડૂબ્યા હતા. ઘટના બાદ સ્થાનિકોએ બે મહિલાની લાશ બહાર કાઢી હતી જ્યારે પાણીમાં ગુમ થયેલા ત્રણની શોધખોળ ચાલી રહી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા જાવીદશા સલીમશા ફકીર ,તેમના પત્ની, માતા અને નાનાભાઈ સહિત પરિવારના 6 સભ્યો મહુવાના કુમકોતર ગામની સીમમાં આવેલા જોરાવરપીરની દરગાહ પર દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ પરિવારના પાંચ સભ્યો અંબિકા નદીમાં નહાવા પડ્યા હતા. દરમિયાન પાંચેય ડૂબી ગયા હતા.

યુવાન આરીફશા સલીમશા ફકીર નદીના ઉંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. દીકરાને ડૂબતો જોતા માતા રૂક્ષાનાબી સલીમશા ફકીર બચાવવા જતા તે પણ ખેંચ્યા હતા, જે જોતા પત્ની સમીમબી આરીફશા ફકીર બચાવવાની કોશિશ કરી હતી, તે પણ ડૂબવા લાગતા અન્ય હાજર યુવકની 2 ભાભી પરવીનબી જાવીદશા ફકીર અને રૂકસારની જાકુરશા ફકીર પણ બચાવવા જતા ઉંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. જોત જોતા પરિવારના 5 સભ્યો પાણીમાં ગરક થયા હતા.

બહાર બાળકો અને ભાઈ જાવીદશા સલીમશા ફકીર જે નદીમાં નહાવા પડ્યો ન હતો. તેમણે બુમાબુમ કરી હતી. પરંતુ ત્યાં કોઈ હાજર ન હોવાથી 4 મહિલા અને 1 યુવક ઊંડા પાણીમાં ખેંચાયા હતા. સ્થાનિક અને ફાયરની મદદથી રૂક્ષાનાબી સલીમશા ફકીર (55) અને પરવીનબી જાવીદશા ફકીર (30)નો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય 3ની શોધખોળ કરવા છતાં ભાળ મળી ન હતી.

 98 ,  1