September 23, 2021
September 23, 2021

અમદાવાદ : સોલા સિવિલમાંથી ગુમ બાળકી મળી આવી

અપહરણકર્તા મહિલાની સરખેજ વિસ્તારમાંથી કરાઇ ધરપકડ

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક દિવસની નવજાત બાળકીના અપહરણની ચોંકાવનારી ઘટનામાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. સરખેજના ફતેવાડી વિસ્તારમાં રહેતી એક મહિલાએ બાળકીનું અપહરણ કર્યું હતું.

અમદાવાદ- સોલા સિવિલના ત્રીજા માળે આવેલા વોર્ડમાંથી મહિલા મોડી રાતે બાળકીનું અપહરણ કરી ગઇ હતી. આ વાતની જાણ થતાં જ હોસ્પિટલ તંત્ર સહિત પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાને પગલે તાબડતોડ હોસ્પિટલમાં પહોંચેલી પોલીસે બાળકીને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસે સોલા સિવિલ હોસ્પિટલના અલગ-અલગ જગ્યાના CCTV ચેક કરવાની કામગીરી પણ આદરી હતી. જો કે એક સીસીટીવીમાં બાળકીના અપહરણની ઘટના કેદ થઇ હતી. જેમાં એક મહિલા બાળકીને લઇ જતી હોવાનું સ્પષ્ટપણે દેખાયું હતું.

ત્યારે આ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી સરખેજમાંથી એક મહિલાની ધરપકડ કરી છે. સાત દિવસ બાદ બાળકીનું માતા સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયો હતા.

 30 ,  2