September 23, 2021
September 23, 2021

આણંદ : રાજયવ્યાપી ડુપ્લીકેટ આર.સી.બુક બનાવવાનું કૌભાંડ, બેની ધરપકડ

પોલીસે આરોપી પાસેથી 1252 બોગસ RC બુક જપ્ત કરી

આણંદમાંથી રાજ્યવ્યાપી RC બુકનું કૌભાંડ ઝડપાયું છે.જેમાં પોલીસે બે શખ્સો પાસેથી 1252 જેટલી બોગસ RC બુક પણ જપ્ત કરવામાં આવી છે.

રાજ્યમાં RTOમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરરીતિની બુમો અવાર- નવાર ઉઠતી રહે છે.પરંતુ આ ભ્રષ્ટતા છેડા એટલા લાંબા હોય છે તેને અટકાવવો એ એક મોટો પડકાર છે. ત્યારે આણંદ LCB પોલીસે RTOઓ એજન્ટોનું કામ કરતા 2 ઇસમોને ઝડપી બોગસ RC બુકોનું રાજ્ય વ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

આણંદ પોલીસને થોડા દિવસ પહેલા ગુલામ મોહંમદ ઉર્ફે ગુલો આદમભાઇ વ્હોરા (રહેવાસી-ઉમરેઠ) પાસેથી કુલ 16 આર.સી.બુકો મળી હતી. આ બાબતે આર.સી.બુક સેન્ટર, અમદાવાદ કચેરીમાં તપાસ દરમિયાન ખુલ્યું કે તમામ સ્માર્ટ કાર્ડ (આર.સી.બુક) ચિપમાં રહેલ માહીતી તથા કાર્ડ ઉપર છાપેલ માહીતી અલગ અલગ છે. તેમજ આર.સી. બુકો બનાવી આપનાર તારીફ અબ્દુલહમીદ માકણોજીયા (રહેવાસી. રજોસણા, જી.બનાસકાંઠા)ને બોલાવી પુછપરછ કરાઇ હતી. જેમાં આ તમામ સ્માર્ટ કાર્ડ પોતાના લેપટોપમાં છાપી પ્રિન્ટરથી કોપી કાઢી હોવાની હકીકત ખુલી હતી.

આ તપાસના આધારે આણંદ ટાઉન પો.સ્ટે ઉપરોત બંન્ને ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનાની તપાસ દરમ્યાન બંન્ને ઇસમોની સઘન પુછપરછ કરતા ગુલામ મોહંમદ ઉર્ફે ગુલોને તારીફ માકણજીયા પાસેથી દરેક આર.સી.બુક 2500 થી 3000 રૂપિયામાં મેળવી હોવાનું સામે આવ્યું છે. તેમજ તારીફ માકણજીયાના છાપી ગામે (પાલનપુર) ગોલ્ડન પ્લાઝામાં રેઇડ દરમિયાન 999 નંગ છાપેલી આર.સી. બુક તથા 253 નંગ અડધી છાપેલી મળી હતી. આ ઉપરાંત, અડધી કોરી આર.સી. બુકો કુલ-1252 નંગ તેમજ પ્રિન્ટર, લેપટોપ, પેન ડ્રાઇવ તથા થીનરની બોટલ નંગ-6, પ્રિન્ટર રોલ નંગ-2, કાપડના ટુકડા નંગ-5 તથા મોબાઇલ-2 મળી કુલ રૂ 56 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો છે

 18 ,  2